Monday, February 2, 2015

અંતઃ પ્રતિતિ ભાગ ૧૭

જેમ મનોજ નાં ઘરે બધા ટેન્શન માં હતા તેમ જ ધ્વનિ નાં ઘરે પણ બધા ટેન્શન માં હતા કે આજે સગાઇ પછી મનોજ અને ધ્વનિ પહેલી વાર બહાર ગયા હતા બધું બરોબર રહે. 
  ધ્વનિ એ જ્યારે બધાને જોયું તો એ શરમાઈ ગઈ અને પોતાના રૂમ માં ચાલી ગઈ. .પુરુષો એ પોતાની વાતો બોલીને જ વ્યકત કરવાની હોય છે પણ સ્ત્રીઓ પોતાની વાતો પોતાની નજાકત ભરેલી અદા થી જ કહી દેતી હોય છે।  અને ધ્વનિ નું શરમાવું ઘણું બધું જાહેર કરી દીધું હતું।  બધા  એક બીજા સામે જોઇને હસ્યા અને બધા પોત પોતાની રૂમ માં સુવા ચાલ્યા ગયા. બહારગામથી આવેલા મહેમાનો બીજે દિવસે વહેલી સવારે રવાના થવાના હતા  . 
બીજે દિવસે ધ્વનિ  ઉઠી ત્યારે મહેમાનો પોતાના ઘરે જવા નીકળી ગયા હતા. ઘરમાં પાછા  હવે તેઓ જ પાંચ  લોકો હતા।  મમ્મી પપ્પા સાથે થોડી વાર ધ્વનિ   બેઠી  પણ એનું ધ્યાન ઘડિયાળમાં જ હતું।  એક વાર નવનીતભાઈએ પૂછ્યું પણ ખરું " ધ્વની શેની રાહ જોવે છે  " પણ ધ્વનિ  એ બીજી  વાત કરીને એ વાત બદલાવી નાંખી।  પણ સવિતા બહેન   અને નવનીતભાઈ  ની નજરો એ ધ્વનિ  ની ચોર નજર જોઈ લીધી હતી  કે જે એ છુપી  રીતે   ઘડિયાળમાં જોતી હતી।  બંને એ એકબીજા સામે પ્રશ્નાર્થ ભરી નજરોથી જોય પણ ખરું  . પણ પાછો  સવાલ પૂછવો  બરોબર ન લાગ્યો એટલે તેઓ બસ ધ્વનિ શું કરતી હતી એ જોતા હતા।  થોડીવાર માં નવનીતભાઈ નો ઓફીસ જવાનો સમય થયો. તેઓ પત્ની ને કહી ને ગયા કે મને ફોન કરીને જણાવજે કે શું થયું હતું  ધ્વનિ ને ? પત્ની એ હા પાડી।  નવનીતભાઈ હજી કાર માં બેઠા હશે ને ઘરના નંબર પર  ફોન વાગ્યો। જાણે  કોઈક ને ખબર પડી હોય કે નવનીતભાઈ ઘરમાંથી ગયા  . સવિતા બહેન  જેવો ફોન ઉપાડવા ગયા ત્યાં દોડીને ધ્વનિ  એ ફોન ઉપાડ્યો  . સવિતાબહેન ને બહુ અચરજ થયું કે ધ્વનિ  આ શું કરે છે ? ત્યાં ધ્વની એ સામેથી છેડે થી  મનોજ નો અવાજ સાંભળ્યો અને ધ્વનિ  એ ગુસ્સામાં કહ્યું કે " કેમ આટલો મોડો ફોન કર્યો  હું ક્યારુણી  રાહ જોવ છુ  . તમે કાલે કહ્યું હતું કે તમે  સવારના સાત વાગે ફોન કરીને મને ઉઠાડશો , હું વગર ફોન એ સાત વાગ્યા થી ઉઠી ને ફોન ની રાહ જોવ છુ  અને તમે દસ વાગ્યા સુધી ફોન નથી કરતા  . " આટલું બોલ્યા પછી ધ્વની નું રૂમ માં આજુબાજુ ધ્યાન  ગયું  , જોયું તો મમ્મી ગીતાકાકી મનુકાકા બધા એને જોતા હતા.  ધ્વનિ  ચુપ થઇ ગઈ। અને નજર નીચી કરીને પાછી ચુપ ઉભી રહી ગઈ। ધ્વની એ ધીરેથી મનોજ ને કહ્યું તમે મારા મોબાઈલ પર ફોન કરશો પ્લીસ  "  અને એને રીસીવર નીચે રાખી દીધું  . અને ધીરે પગલે પોતાની રૂમ તરફ જવા લાગી। ત્યાં એક સેકન્ડ માં  જ એનો મોબાઈલ રણક્યો અને રૂમ માં ઉભેલા બધા જોર થી હસ્યા  અને ધ્વનિ  દોડીને પોતાની રૂમ માં ચાલી ગઈ અને દરવાજો બંધ કરી દીધો  . ગીતાકાકી અને મનુકાકા હસતા હસતા રસોડા તરફ ચાલવા લાગ્યા ત્યાં પાછી ઘરના ફોન ની બેલ વાગી। પાછા  બધા જોરથી હસ્યા।  સવિતાબહેને ફોન ઉપાડ્યો સામેથી નવનીતભાઈ નો ચિંતા થી ભરેલો અવાજ આવ્યો " સવિતા શું થયું હતું ધ્વનિ ને ?"
સવિતાબહેન જોરથી હસ્યા અને બધી વાત કરી  . બધી વાત સાંભળીને નવનીતભાઈ પણ હસવા લાગ્યા  . નવનીતભાઈ બોલ્યા " સવિતા હવે દીકરી પારકી થઇ ગઈ।  " ત્યારે સવિતા બહેને કહ્યું " દીકરીને ઘરમાં તો નહિ રખાય ને " આગળ બંને માં થી કોઈ કાઈ બોલી ન શક્યું  . નવનીતભાઈ એ ફોન કટ કર્યો।  સવિતાબહેન પણ પોતાના કામ તરફ વળ્યા  . 
 અંદર રૂમ માં પ્રેમી પંખીડા ની વાતો ચાલુ હતી ધ્વનિ  રીસાણી હતી અને મનોજ મનાવતો હતો  . મનોજ કહેતો હતો " સોરી મારી વ્હાલી માફ કરી દે , રાતે ખૂબ  મોડેથી નીંદર આવી અને નીંદર  માં પણ એક સોહામણી પરી એ સુવા ન  દીધું  એમાં સવારના મોડી  આંખ ખુલી।  માફ કરી દે પ્લીસ "
  ધ્વનિ  હજી માફી આપવાનાં મૂડ  માં નહોતી એણે  કહ્યું  " નાં એમ માફી નહી   મળે       પહેલા કહો શું કર્યું એ પરી સાથે કે તેણે  સુવા ન દીધી "
મનોજે કહ્યું " એ એટલી સુંદર હતી ને કે એને હાથ અડાડવા માં પણ ડર લાગતો હતો।  પણ એનાં કમલની પાંખડી જેવા હોઠ એટલા સરસ હતા કે બસ એના અધરોનું રસપાન કરવાની બહુ જ ઈચ્છા હતી  . પણ એ પરી ને હાથ અડાડવા ગયો અને એ અદ્રશ્ય  થઇ ગઈ।  એ પરી નું નામ ધ્વની હતું। શું એ પરી નાં આધરો નું રસપાન કકરવા મળશે  મને ? "
 ધ્વનિ શરમાઈ ગઈ અને તેને ફોન કટ કરી નાખ્યો।  ત્યાં બે મિનીટ માં મેસેજ આવ્યો। મારે તને મળવું છે  , અને જલ્દી લગ્ન કરવા છે , હું તારા વગર રહી નથી શકતો ધ્વનિ।  જવાબ આપજે।  તારા જવાબ ની રાહ જોઇશ "
 ધ્વનિ એ  એ મેસેજ ઘડી ઘડી  મનોજ નો  આવ્યો  આ એક  એ જવાબ ની રાહ જોઈ .
રહ્યો હતો।  ધ્વનિ એ મેસેજ કર્યો હા મનોજ મારી પણ એ જ ઈચ્છા છે।  આમ એ બંને ની વાતો માં એક કલાક ક્યા પસાર થઇ ગયો બંને ને ખબર ન પડી।  ફોન મુકાયા પછી ધ્વનિ નાસ્તો કરવા બહાર ગઈ ત્યારે સવિતા બહેને ધ્વનિ ની મસ્તી કરી. ધ્વનિ હવે નાસ્તો કરશું કે જમશું , હવે તો જમવાનો સમય થઇ ગયો. ધ્વનિ  શરમાઈને સવિતાબહેન ને ભેટી પડી 
 આમને આમ બીજા દસ દિવસ નીકળી ગયા એક દિવસ અચાનક ઉષાબહેન નો ફોન સવિતાબહેન ને આવ્યો  . એમણે  સવિતા બહેન ને કહ્યું  " આપણે હવે  આપણાં  બાળકોનાં  લગ્ન નું મૂહુર્ત  કઢાવી લઇયે  ! 
 સવિતાબહેન ને બહું અચરજ થયું એ બોલ્યા " શું થયું ઉષાબહેન ઓચિંતા નું મૂહુર્ત કાઢવાનું કેમ નક્કી કર્યું ? " 
ઉષાબહેને કહ્યું " બહેન આજના જમાના નાં બાળકો છે આપણે  ક્યા દૂર  રહીએ છીએ  . સગાઇ અને લગ્ન વચ્ચેનો સમય જેટલો વધારે હશે એટલી વધારે ચિંતા  આપણાં  બંને નાં ભાગમાં આવશે।  એના કરતા બંને લગ્ન કરીને રાજી રહે એમાં જ આપણી  ખુશી છે ને  . 
  સવિતાબહેન ને ઉષાબહેન ની વાત વ્યાજબી લાગી એમણે  પણ એમની વાત માં સમંતિ  આપી।  ઘરમાં બધાની સમંતિ  થી દિવાળી પછીનું લગ્ન નું મૂહુર્ત  નીકળ્યું  . 
મનોજ અને ધ્વનિ  પણ આ સાંભળીને બહુ જ ખુશ થયા।  
  જીવનસાથી મળવાની હોશ માં દીકરી ભૂલી જાય છે કે માતા પિતા માટે એ દિવસ કેવો હશે જ્યારે દીકરી  પરણીને ચાલી જાય છે।   

    


No comments:

Post a Comment