Sunday, February 15, 2015

21

 વાતાવરણ વિદાઈ નું હતું પણ મનનના ખુણામાં ખુશી હતી કે સારે ઘરે દીકરીને વળાવી હતી  . ત્યાં અચાનક વિદાઈ વખતે મનસુખભાઈની આવી વાત સાંભળીને મંડપ નાં બધા જ લોકો સ્તબ્ધ થઇ ગયા  . પણ ઉષાબહેન ધીરુ ધીરુ હસતા હતા  . નવનીતભાઈ હજી આશ્ચર્ય ભરી નજરે એમને જ જોતા હતા. ત્યાં મનસુખભાઈ બોલ્યા " ભાઈ દીકરી ની જેમ રાખું તો એ મનોજ ની બહેન થઇ કહેવાય ને  . એટલે પુત્રવધુ ની જેમ સાચવીશ।  પુત્ર થી વધુ એવી પુત્રવધુ  : અને આખા  મંડપમાં હાસ્યનું મોજું ફરી વળ્યું  . બધાના જીવમાં જાણે  હાશકારો થયો  . પાછુ જતા વખતે એક વાર ધ્વનિના માતા પિતાની આખો છલકાણી  તો પાછુ મનસુખભાઈ એ કહ્યું જુવો હું તમારી દીકરી લઇ જઈને તમને દુખ આપું છુ  ને , જાવ તમે મારો દીકરો લઇ જાવો બસ હું એની વિદાઈ કરી લઉં  . પાછુ બધા હસી પડ્યા  . નવનીતભાઈ , મનસુખભાઈ ને ભેટી પડ્યા અને બોલ્યા મારી દીકરી નસીબ વાળી છે જેમને તમારા જેવું ઘર મળ્યું છે  .  
  આખરે ધ્વનિ નો હાથ પકડીને પિતા એ શણગારેલી ગાડી માં બેસાડી  , અને ગાડી શરુ થઇ ને માતા પિતાના હૃદયમાંથી એક જ દુઆ નીકળી કે હે પ્રભુ અમારા ભાગની બધી ખુશી અમારી દીકરી ને મળે  . ધ્વનિ  પણ પાછી વળી ને માતા પિતાને જોતી હતી  . પરણતી  દીકરીને પોતાના પીયુ ની બાહોમાં સમાવાની બહુ જ તાલાવલી હોય છે , પોતાનું ઘર સજાવવાની તાલાવેલી હોય છે , સગપણ નક્કી થાય ત્યારથી લગ્ન સુધી એને એમ લાગે કે દિવસો જતા નથી  . પણ જ્યારે વિદાઈ  થતી હોય અને હંમેશ  માટે જ્યારે માતા નો પાલવ અને પિતાનો સાથ છુટવાનો સમય આવે ત્યારે એમ થાય  કે નાં મારે નથી જવું , મારા માતા પિતા વગર હું કેવી રીતે જીવીશ  . અને એ જ મથામણ માં  ધ્વનિ  મુંજાયેલી  હતી ત્યાં મનોજે એનો હાથ પોતાના હાથમાં લઇ લીધો  અને ઇશારાથી કહ્યું " હું  છુ  ને  "  અને ધ્વનિ  ને લાગ્યું કે મને સાચવવાળુ  કોઈક છે  . અને એને આખો બંધ કરી લીધી  . 
  થોડી જ વાર માં મનોજ અને ધ્વની ની કાર ઘર પાસે પહુચી  , માનસી દોડીને ભાભી ને લેવા  કાર પાસે પહોચી  . અને એમને સંભાળીને ભાઈ સાથે ઘરનાં ધ્વાર પાસે લઇ આવી જ્યાં ઉષાબહેન  દીકરા વહુ નાં  સ્વાગતની તૈયારી કરીને ઉભા જ હતા  . ઉષાબહેને પુત્રવધુ ને કુમકુમ નો ચાંદલો કર્યો  , પછી ચાંદી નાં કળશ માં ચોખા ભરેલા હતા તેને અંગુઠાથી ઠેસ મારી ગૃહપ્રવેશ કરાવ્યો  . અને આગળ જ કંકુ નાં પાણીથી  ભરેલો  ચાંદીનો થાળ તૈયાર હતો  , તેના બંને પગ થાળ માં રખાવી એના કુમકુમ પગલા થી સ્વાગત કરાયું  . આ રીતે ધ્વનિ નાં લગ્ન જીવનનો અધ્યાય શરુ થયો  . 
  મનસુખરાયનું આખું ઘર   મહેમાનોથી ભરેલું હતું  . અંદાજે બે કલાક ધ્વનિ મહેમાનો ની વચ્ચે બેઠી  રહી બધાએ જે અલકમલકની વાતો કરી એ બધામાં સાથ પુરાવતી રહી  . ઉષાબહેન આ બધું જોતા હતા  કે ધ્વનિ  મહેમાનો ને બરોબર માં આપતી હતી  . પણ ધ્વનિ  એ જ્યારે માનસી ને કહ્યું  " માનસી મને બહુ થાક લાગ્યો છે।  મને એક કપ કોફી મળી શકે  ? " માનસી તરત રસોડા માં ગઈ  અને ભાભી માટે કોફી બનાવા લાગી  . ઉષાબહેને પૂછ્યું કે " કોની માટે બનાવે છે ? " તો માનસી એ કહ્યું " ભાભી બહુ જ થાકી ગયા છે  " માનસી એ કોફી બનાવી લીધી એટલે ઉષા બહેને એને હાથમાંથી  કોફી લઇ લીધી અને કહ્યું " મને આપ હું આપી આવું છુ  " માનસી એ કહ્યું " મમ્મી આટલા મહેમાનો વચ્ચે તમે આપશો તો સારું નહી  લાગે" ઉષાબહેન જવાબ આપ્યા વગર કોફી લઈને  ચાલતા થયા।  માનસી સમજી ગઈ કે કઈક  થવાનું છે  . 
  ડ્રોઈંગરૂમ માં પહોચીને ઉષાબહેન નાં હાથ માં કોફી જોઇને ધ્વનિ  ઉભી થઇ ગઈ  . ઉષાબહેને એને ઇશારાથી બેસવા કહ્યું  ને એની બાજુ માં બેસી ગયા  . અને પછી ધ્વનિ ને કોફી આપી  . પાંચ મિનીટ માટે બધા સાથે વાતો કરી અને પછી કહ્યું  "ધ્વનિ  હવે તમે તમારી રૂમ માં જાવો અને આરામ કરો  આપને કાલે સવારે મળશું  "  બધા મહેમાનો ઉષાબહેન ને અને ધ્વનિ  પણ એમને જોતી જ રહી ગઈ  . ઉષાબહેને હસીને કહ્યું  " ધ્વનિ  સવારથી આમને આમ છે હવે થાકી હશે।  હવે એની સાથે  આપણે કાલે વાતો કરશું ત્યાં સુધી આપનણે  બધા મસ્તી કરશું  . કારણ આપણે તો હજી ઘણા પ્રોગ્રામ માણવાનાં છે।  બે કલાકારો ને બોલાવ્યા છે જે આપણને મજા કરાવશે એટલે તમે પણ બધા  ફ્રેશ થઈને બહાર ગાર્ડન માં ખુરશ ઓ રાખી છે એમાં ગોઠવાઈ જાવો  . માનસી ને કહ્યું  " માનસી , ભાભી ને લઇ જા " માનસી અને ધ્વનિ ઉષાબહેનની આ સમજણ થી ખુબ ખુશ અને પ્રભાવિત થયા  .  " 
  મનોજ નાં એક ફ્રેન્ડ એ ઉષાબહેન ને કહ્યું " આંટી , ધ્વનિ ને અમે અમારી સાથે લઇ જઈયે , જ્યાં મનોજ એની રાહ જુવે છે  " 
 ઉષાબહેને હસીને  કહ્યું " આટલા મોટા થયા પણ ખબર નથી પડતી કે બધી વાતો વડીલો ને કહેવાય અને પુછાય નહી  , જે કરવું હોય તે કરો જાવ  " 
 જો વડિલો  બાળકો ને પોતાની રીતે જીવવાની  , નિર્ણયો લેવાની છુટ  આપી દે તો એ જ કામ કેટલું ખુશી થી થઇ શકે છે   બધા મિત્રો રાજી થઇ ગયા અને ધ્વનિ ને લઈને મનોજ પાસે જવા નીકળી ગયા. 
 મુંબઈ ની સૌથી સારી હોટેલ "  હોટેલ તાજ " એમની માટે રૂમ બુક કરાવાયો હતો  . મનોજ ત્યાં જ હતો અને  મનોજ નાં ફ્રેન્ડસ ધ્વનિ ને લઈને ત્યાં પહોચ્યાં  . ધ્વનિ  રૂમ ની સજાવટ જોઈને શરમાઈ ગઈ  .  શું બોલે એ સમજાતું ન હતું।  ત્યાં તેના મિત્રો બોલ્યા " મનોજ બે કલાક થી રાહ જોતા હતા કે આંટી ક્યારે રજા આપે  , પાણી પણ નથી પીધું  . કઈક  મંગાવ તો ખરી  . મનોજે કહ્યો " બોલો  ને યાર શું મંગાવું  ? " સમીરે કહ્યું "  ચાય મંગાવ " મનોજે જેવો ઓર્ડર  આપવા ફોન ઉપાડ્યો  બીજો ફ્રેન્ડ ઉદય બોલ્યો " મનોજ એક કામ કર , એની સાથે કટલેટ પણ મંગાવી લે " 
 મનોજે કહ્યું  " હા યાર ચોક્કસ  "  એને ઓર્ડર આપવા ફોન ઉપાડ્યો ત્યાં ત્રીજા મિત્રે કહ્યું " એક મિનીટ મનોજ એક કામ  કર ને મારી માટે ઈડલી સંભાર પણ મંગાવી લે  , સાંભળ્યું છે અહીયાના ઈડલી સંભાર બહુ જ સરસ મળે છે  " હજી મનોજ કઈક વિચારે ત્યાં પાછો સમીર બોલ્યો " મનોજ જવા દે આ બધું ન મંગાવ રહેવા દે " મનોજ રાજી થઇ ગયો કે સમીર જ સમજદાર છે  ચાલો હવે આ લોકો જશે  . ત્યાં સમીર બોલ્યો " આ બધું મંગાવશું  તો પેટ નહિ ભરાય એના કરતા તું જમવાનું જ મંગાવી લે  " અને મનોજ ઉભો થઇ ગયો " તમે અહિયાં રહો અને જે મંગાવું હોય એ મંગાવો હું અને ધ્વનિ  બીજી રૂમ માં જઇયે  છે " અને એની અકળામણ જોઇને એના મિત્રો અને ધ્વનિ  બધા હસવા લાગ્યા  .   અને બધા મિત્રો બોલ્યા " ભાઈ શાંત થા, અમે જઈએ જ છે  , ચાલો મિત્રો નીકળીએ   . નહી  તો ક્યાંક મનોજ હવે આપણને મારવા જ દોડશે  . " બધા મનોજ ને ભેટી ને રૂમ માં થી બહાર નીકળ્યા  . રૂમ બંધ કરીને મનોજ ધ્વનિ  પાસે ગયો  . ધ્વનિ નાં હૃદયની ધડકનો અચાનક જ વધી ગઈ  . 
 ધ્વનિ નો હાથ પકડીને મનોજ એને બેડ પર લઈ આવ્યો , બેનને બેડ પર બેઠા  . મનોજ ધ્વનિ   ને  બસ નીહારતો જ રહ્યો  .  પાંચ મિનીટ દસ મિનીટ પંદર મિનીટ વીતી ગઈ , ધ્વની એ ધીરેથી પૂછ્યું  " કેટલી વાર જોતા રહેશો આમ જ " મનોજે કહ્યું  " જ્યાં સુધી હૃદય ન ભરાય ત્યાં સુધી  "  મનોજે પોતાના  પોકેટ માં થી એક બોક્સ કાઢ્યું અને એક ડાયમંડ સેટ ધ્વનિ  ને આપ્યો।   ધ્વનિ  એ કહ્યું " ખુબ જ સુંદર સેટ છે  " મનોજે કહ્યું " તારા રૂપ સામે કઈ જ નહી  " 
      આટલું કહીને મનોજે ધ્વનિ  ને પોતાની બાહોમાં લીધી , અને કહ્યું ધ્વનિ આ સાથ આપનો જન્મ જન્માંતર નો છે।  આપણે આપણા  ઘરના વડિલો ને હમેશ સાચવશું  . અને આપણા બાળકોને  પણ. ધ્વની એ મનોજ ની છાતી  માં મોઢું ફેરવતા કહ્યું "  હા મનોજ ચોક્કસ  "
  વાતો વાતો માં ક્યારે બે હૃદય એક થઇ ગયા બે શરીર એક બીજા માં ઓગળી  ગયા  બંને ને ખબર ન પડી  . અને ધ્વનિ  એ આજે પોતાને સંપૂર્ણપણે પોતાને મનોજ ને સોપી દીધી  .  

No comments:

Post a Comment