Wednesday, February 18, 2015

22

 બીજે દિવસે સવારે જ્યારે હજી મહેમાનો સુતા હતા અને મનસુખભાઈ અને ઉષાબહેન ગાર્ડન માં બેસીને આગળ શું કરવું એની વાતો કરતા હતા ત્યાં મનોજ ની કાર આવતા જોઇને બંને ને આશ્ચર્ય થયું કે આટલું જલ્દી આ લોકો કેમ આવી ગયા હશે  . પણ બંને નાં હસતા મોઢા જોઇને બંને ને હાશકારો થયો  ,  આવીને બંને માતા પિતાને પગે લાગ્યા  . આજે ઉષાબહેન ની ઈચ્છા હતી કે મનોજ અને ધ્વનિ નાં હાથેથી દેરાસર માં આરતી થાય અને પૂજા થાય  . તેમને ધ્વની ને કહ્યું જલ્દી થી પુજાના કપડા પહેરીને આવો આપણે  દેરાસર જવાનું છે.
 ધ્વનિ  તરત રૂમ માં ગઈ અને મમ્મી એ આપેલા  પૂજાનાં નવા કપડા પહેર્યા  .  અને બધા દેરાસર ,માં ગયા।  પૂજા કરી ને પોતાની નવી શરુ થઈ  રહેલા જીવન માટે પ્રાર્થના કરી  .  ઘરે બધા પાછા  આવ્યા , ધ્વનિ  અને મનોજ ને પૂજા નાં કપડા માં  આટલી વહેલી સવારે જોઇને ઘરના આવેલા મહેમાનોનાં  મુખ માં થી આશીર્વાદ સારી પડ્યા કે પ્રભુ તારી જિંદગીમાં કોઈ દુખ નહિ આપે બેટા  .  રૂમ માં જઈને પુજાના કપડા બદલાવીને  ધ્વનિ  પાછુ નીચે જવા જતી હતી , ત્યાં મનોજે એનો રસ્તો રોક્યો  . ધ્વનિ  એ પ્રશ્નાર્થ નજરે મનોજ સામે જોયું  . મનોજની આંખોમાં મસ્તી જોઇને ધ્વનિ  એ કહ્યું " હેરાન ન કરો, બધા રાહ જોતા હશે  .  " મનોજે કહ્યું " ના, મને મારી ધ્વનિ  જોઈએ હમણાં ને  હમણાં  . મનોજની વાત  સાંભળીને ધ્વનિ નાં શરીરમાંથી જાણે  ધ્રુજારી પસાર થઇ ગઈ   . તેણે  કહ્યું " મનોજ પ્લીસ હેરાન ન કરો મને જવા દ્યો  " ધ્વનિ  ની હાલત જોઇને મનોજ ને હજી મજા આવી એણે  કહ્યું "  એક શરતે " ધ્વનિ  એ કહ્યું
" બધી મંજુર, હમણાં જવા દ્યો પ્લીસ  " તો મનોજે કહ્યું " નાં એમ નહી  , એક પ્યારી સી કિસ આપીને જા  તો જવા દઉં  " ધ્વનિ ને એક તરફ ડર  લાગતો હતો કે મહેમાનોથી ભરેલું ઘર છે  કોઈક જોઈ જાશે તો શું થાશે  ? ત્યાં ધ્વનિ એ બુમ પાડી  " મમ્મી તમે કેમ આવ્યા ઉપર , હું તો આવતી જ હતી ને " મનોજ ગભરાઈને ધ્વનિ  થી દુર થઇ ગયો  અને એણે  પણ એ દિશા  માં જોયું જ્યાં જોઇને ધ્વનિ  બોલતી હતી।  જોયું તો ત્યાં કોઈ જ નહોતું  . અને ધ્વનિ  ત્યાં સુધી મનોજ નો હાથ છોડાવીને ચાલી ગઈ હતી  . મનોજે એને બનાવટી  ગુસ્સાથી જોયું  .  અને બોલ્યો " પાછી તો આવીશ ને , જો પછી શું કરું છુ  . ધ્વનિ એ પણ જવાબ આપ્યો " ત્યારે બધું મંજુર "
               ધ્વનિ  સીધી રસોડામાં ગઈ  . ત્યાં ઉષાબહેન અને માનસી મહારાજ પાસે બધા માટે ચા નાસ્તાની તૈયારી કરાવતા હતા  . ધ્વનિ  પણ એમની પાસે જઈને ઉભી રહી  ગઈ  . ઉષાબહેને કહ્યું " ધ્વનિ  બહાર બેસો , હજી તો એક દિવસ થયો છે લગ્નને ,  " ધ્વનિ  એ હસતા હસતા કહ્યું " મારા ઘરમાં મારે દિવસો ન ગણવાના ન હોય ને મમ્મી " ઉષાબહેને , ધ્વનિ નાં માથા પર હાથ ફેરવતા કહ્યું " સુખી રહો બેટા "
   બધા માટે ગાર્ડન માં બુફે ની જેમ ટેબલ પર પ્લેટસ, ચાહ , નાસ્તો બધું ગોઠવાઈ ગયું હતું  . બધા ત્યાં ભેગા થઇ ગયા હતા  . મનસુખરાયની રાહ જોવાતી હતી , કારણ રાતના  પ્રોગ્રામમાં એમણે  જાહેરાત કરી હતી કે ચાહના ટેબલ પર તેઓ કઈક સરપ્રાઈઝ આપવાના  હતા  . કે જે મનોજ અને ધ્વનિ ને પણ  નહોતી ખબર  .
    જ્યારે મનોજ અને ધ્વનિ ને ખબર પડી ત્યારે તેઓ પણ ઉત્સુક થઇ ગયા શું હશે એ સરપ્રાઈઝ ? ત્યાં બધાની ઉત્સુકતાનો અંત આણવા મનસુખરાય આવી ગયા  . અને આવીને કહ્યું " મને ખબર છે કે  તમે સર્વે એ જાણવા ઉત્સુક છો કે હું શું કહેવાનો છુ  . પણ એની પહેલા  મારે મનોજ ને કઈક  પૂછવું છે  " પછી મનોજ તરફ જોઇને બોલ્યા  " બેટા  મને તમે બંને એ જણાવશો કે લગ્ન પછી તમે ફરવા ક્યા જવાના છો  ? કાંઈ  નક્કી કર્યું છે  ? " પછી મનોજ નાં મિત્રો તરફ જોઇને કહ્યું  " તમે કઈ કહેવાના છો ? કઈ ખબર છે તમને  કે આ બંને નો પ્રોગ્રામ શું છે  ?  " ત્યારે બધાએ જોયું મનોજ એક ગુનેહગારની જેમ   નીચે માથું કરીને ઉભો હતો  . ત્યારે સમીરે કહ્યું  " અંકલ અમે મનોજ ને કહ્યું કે તું પ્રોગ્રામ નક્કી  કર એટલે તમારી ટીકીટ કઢાવી લઉં  , પણ મનોજે અને ધ્વનિ એ કહ્યું  " અમે એમ નક્કી ન કરીએ , જો પપ્પા પૂછશે તો કહેશું કે ક્યા જવાની ઈચ્છા છે  ? " મનસુખરાય  બે મિનીટ માટે અવાચક થઇ ગયા કે આ જમાના માં પણ આવા દીકરા વહુ હોઈ શકે  ? એમની આંખો ભરાઈ આવી અને ફક્ત એમની જ નહી  પણ કદાચ આવેલા સર્વે મહેમાનો ને મનોજ અને ધ્વનિ  માટે માન  જાગ્યું  .
  વાતાવરણ  વધારે લાગણીશીલ બને એની પહેલા મનસુખરાએ હસીને કહ્યું  " લગ્ન એના ને નક્કી હું કરું  , પાગલ દીકરા હવે તારા લગ્ન થયા અને પત્ની ને રાજી રાખવા માટે માતા પિતા ની રજા ન લેવાની હોય , માતા પિતાને જણાવવાનું હોય।  પણ મેં જોયું કે તે કઈ જ નથી કરાવ્યું  એટલે આખરે મેં જ તારા મિત્રો પાસે થી જાણ્યું કે તને ક્યા ફરવા જવાની ઈચ્છા છે  અને જો આ તારી ટીકીટ , અને બધી હોટલ નું બુકિંગ , તું ધ્વનિ  ને લઈને સ્વીઝ્ર્લેન્ડ  ફરવા જઈ  રહ્યો છે  . મનોજ દોડીને મનસુખરાય ને ભેટી પડ્યો  , જેમ એના પિતા નાનપણમાં એની ભાવતી ચોકલેટ લાવતા અને એ ભેટી પડતો   . બધા હવે પોતાના અશ્રુ ન રોકી શક્યા , મનસુખરાય ફક્ત એટલું જ બોલ્યા " "પ્રભુ બધાને તમારા જેવા જ દીકરા વહુ દે  " ઉષાબહેન ની આંખો માં થી અશ્રુ વહેવા લાગ્યા એ મનોમન બોલ્યા " હે પ્રભુ મારા ઘરનાં  સંપ અને સંસ્કાર ની કોઈની નજર ન લાગે  " અને એ ધ્વનિ નો હાથ પકડીને બેસી ગયા  .
  બધા એ એ આખો દિવસ મનોજ અને ધ્વનિ  સાથે વિતાવ્યો , ધ્વનિ નાં મમ્મી પપ્પાને પણ મનસુખરાયે  ઘરે બોલાવી લીધા હતા।  થોડી થોડી વારે તેઓ પોતાનું પેકિંગ  પણ કરતા જતા હતા કારણ સવારના ચાર વાગ્યાની તેમની ફ્લાઈટ હતી અને રાતના અગિયાર વાગે તેમને નીકળી જવાનું હતું   .
     રાતના અગિયાર વાગે તેઓ એરપોર્ટ પર જવા માટે તૈયાર થયા  . મનસુખરાયે કહ્યું  " અમે એરપોર્ટ પર મુકવા નથી આવતા , તારા મિત્રો અને માનસી આવે છે , " બંને જણા  એ વડિલો ને પગે લાગ્યું  અને પોતાના સપના નાં શહેરને માણવા  તેઓ નીકળી પડ્યા  .  
    તેમનું હોટલ નું બુકિંગ શહેરની સારી હોટેલ  Badrutt's Palace માં કરાવ્યું હતું  . આ હોટેલ સેન્ટ  મોર્ટીઝ  વિલેજ માં આવી છે  . ત્યાં ચારે બાજુ બરફની શ્વેત ચાદરો જ પથરાયેલી  છે  , વાતાવરણ માઈન્સ 2 ડીગ્રી હતું  . વાતાવરણ બહુ જ ઠંડુ હતું  , રૂમ માં હીટર હતું છતાં  ઠંડી લાગતી હતી  , બંને મુસાફરી કરીને થાક્યા હોવાથી એક બીજાને બાહોમા લઈને સુઈ ગયા ,
  બીજે દિવસે સવારે એમની માટે નાસ્તો અને કાર બંને તૈયાર હતા  . અને રોજ તેઓ આખું સ્વીઝ્ર્લેન્ડ જોવામાં અને પ્રેમ કરવામાં પસાર કરવા લાગ્યા , રોજ એક વાર અચૂક બંને પોત પોતાના માતા પિતા  સાથે વાત કરી લેતા હતા  . ધ્વનિ  હંમેશ કહેતી રહેતી કે " મનોજ  સમય જો અહિયાં જ થંભી જાય તો કેટલું સારું ને " તો મનોજ મસ્તી કરતો  કે " નાં મારે મારા બાળકોનો જન્મ ભારત માં જ જોઈએ છે  " આ ખુશીના દિવસો  ક્યા વીતી ગયા ખબર ન પડી , મિત્રો , માતા, પિતા, માનસી અને ઘરના સર્વે માટે બહુ બધી  ભેટ સોગાદો લીધી  .
  બહુ મીઠી યાદો લઈને તેઓ પાછા  ઘરે પહોચ્યા  . એરપોર્ટ પર ઘરના સર્વે આવ્યા હતા ધ્વનિ નાં  માતા પિતા પણ આવ્યા હતા।  તે બંને ને ખુશ જોઇને બધા રાજી થયા  .  ઉષાબહેન અને સવિતાબહેને એક બીજા સામે ધીરેથી હસી લીધું , કારણ બંને એ જ વિચારતા હતા કે, સ્ત્રી અને પુરુષ એક બીજાનાં  પુરક છે , જો બેઓ બંને સાથે મળે તો જ આ જિંદગી  સુંદર લાગે છે  , અને ધ્વનિ  હકીકતમાં એક સુંદર ખીલેલા  પુષ્પ જેવી લાગતી હતી  . બંને માતા ઓ નાં ચહેરા પર સંતોષ નાં ભાવ આવ્યા અને મનોમન પ્રભુને એમના સુખી લગ્ન જીવન માટે પ્રાર્થના  કરી  .
 ઘરે આવીને બધા માટે લાવેલી ભેટ આપી , બધા રાજી થયા।   બધા સાથે જમ્યા ત્યાં ઉષાબહેને  સમીર અને વર્ષાનાં  લગ્ન ની કંકોત્રી આપી  .   આ જોઈ ને મનોજ અને ધ્વનિ  બહુ રાજી થયા  .  મનોજે આજે આખા કુટુંબ સાથે બહાર જવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો  . સાંજ પડે  બધા જુહુ ની સી રોક હોટલ માં ભેગા નીકળ્યાં  મનોજે નવનીતભાઈ ને પણ ફોન કર્યો હતો  પણ એમને બહાનું બતાવીને ના પાડી , પણ મનસુખરાય જેનું નામ , એ માને તેવા ક્યા હતા। મનોજ ને કહ્યું " તું હોટેલ પહોચ હું આવું છુ  એક પંદર મિનીટ માં , મારે કામ છે  " મનોજે પ્રશ્નાર્થ નજરે જોયું પણ મનસુખરાએ કઈ જવાબ ન આપ્યો  . અને ડ્રાઈવર ને કહ્યું " ગાડી ધ્વનિ  મેમસાબ કે પાપા કે ઘર લે લો "  ગાડી એમના ઘર પાસેથી કઢાવી અને એમના ઘર નાં ગ્રાઉન્ડ  પાસે ઉભી રાખીઈને ફોન કર્યો " નવનીતશેઠ મને તમારી દીકરી નો સસરો બનવા માટે મજબુર ન કરો  " આ સાંભળી બે મિનીટ માટે નવનીતભાઈ ડરી  ગયા અને બોલ્યા " શું થયું મનસુખરાય ? " એટલે મનસુખરાયે  જવાબ આપ્યો  " તમારી હિમંત કેમ થઇ મારા દીકરાને હોટલ માં ચાલવાની નાં પાડતા  , તમારા ઘરના ગ્રાઉન્ડ માં ઉભો છુ  અને દસ મિનીટ આપું છુ  જલ્દી તૈયાર થઈને તમે બંને બહાર આવો, " નવનીતભાઈ એ હસીને કહ્યું " ક્યારેક તમારી મજાક ને લીધે મને એટેક આવી જાશે જોજો  " અને બંને જોર જોર થી હસવા લાગ્યા  . .
  મમ્મી , પપ્પા એ નાં પાડી ત્યારે ધ્વનિ નું મોઢું નાનું થઇ ગયું હતું અને આમ અચાનક મનસુખરાય સાથે આવતા જોઇને એ એકદમ ખીલી ઉઠી અને દોડીને મમ્મી ને ભેટી પડી  , અને મનસુખરાય ની સામે આભાર અને પ્રેમ ની દ્રષ્ટિ એ જોયું  . તો મનસુખરાય બોલ્યા " જોયું બસ આ જોવા માટે જ મેં આટલું બધું કર્યું બાકી નવનીત શેઠ મને કઈ તમારી સાથે  પ્રેમ નથી  " એમની વાત સાંભળીને બધા જોર જોર થી હસવા લાગ્યા  . 

No comments:

Post a Comment