Monday, May 12, 2014

અંતઃ પ્રતિતિ ભાગ ૧૬

 રૂમ માં આવીને બંને એ પોતાની મરજી હા માં જણાવી દીધી અને બધા રાજી થયા બધા ખુબ જ રાજી થયા .
         સગાઇ ની તૈયારી જોર શોર થી થવા લાગી.રોજ ની ખરીદી અને એમાં મનોજ ની સાથે રહેવાની મજા જ કંઈક અલગ હતી . ઉષા બહેન સાથે રહેતા પણ પસંદગી તો મનોજ ની ચાલતી .એને જે ગમે એ જ ધ્વની એ લેવાનું હતું।. કહેવાય છે કે સ્ત્રી ઓ ને કોઈક હક્ક જમાવે એ ગમેઅને હા ધ્વનિ  ને પણ એ ગમતું હતું . આમાં ને આમ સગાઇ નો દિવસ આવી ગયો.. ધ્વનિ  એ સમીર વર્ષા બધાને આમંત્રણ  આપ્યું હતું . સમીર આવી શક્યો ન હતો કારણ એના બહુ નજીક નાં મિત્રની સગાઇ હતી , 
  વર્ષા વહેલી જ આવી ગઈ હતી ધ્વનિ  ને પાર્લર વાળા  તૈયાર કરતા હતા . જાણે  સોળે કળાએ ચંદ્ર ખીલ્યો હતો . દીકરીનું રૂપ જાણે ખૂશી ને લીધે હજી ખીલ્યું હતું . સવિતા બહેન બહુ જ રાજી હતા  . મારું કલરના સરારા માં એટલી સુંદર લાગી રહી હતી કે સવિતાબહેન ની નજર સ્થિર  જ થઇ ગઈ હતી પણ તેમણે તરત પોતાની નજર હટાવી કે ક્યાંક મારી જ નજર ના લાગે . ને એટલું કહીને બહાર આવી ગયા કે જલ્દી કરો આપણી પહેલા છોકરા વાળાઓ પહોચી જશે . 
  થોડીવારમાં ધ્વનિ  તૈયાર થઈને બહાર આવી તો ઘરમાં આવેલા બધાની નજર જાને ફક્ત ધ્વનિની સુંદરતા  પર સ્થિર થઇ ગઈ હતી . મનુકાકા અને ગીતામાસી એ તો ધ્વનિને જાને આવી વિચારી જ નહોતી  એમની આંખોમાં થી  હર્ષનાં  આંસુ વહેવા લાગ્યા . નવનીતભાઈ ની આંખો માં થી પણ જાને શ્રાવણ વહેવાનું શરુ થઇ ગયું। . હવે સવિતાબહેન ને થયું કે જો હું નહિ સંભાળુ તો અહિયાં જ સગાઇ નો સમય પૂરો થઇ જશે . કહેવાય છે ને કે સ્ત્રી ઓ જેટલી લાગણીશીલ હોય એટલી જ સમય પર સચેત થતા પણ તેને જ આવડે . એમણે  બધાને એક પછી એક કાર માં બેસાડ્યા અને કાર બધી રવાના કરી . 
  હોલ પર પહોચીને ધ્વનિ વર્ષા સાથે એક રૂમ માં પહોચી ગઈ . થોડીવાર માં મનોજ નાં ઘરવાળા ઓ આવી ગયા . બધાએ એક બીજાને જય જિનેન્દ્ર  કર્યા અને બધાને સરસ મજાનું ઠંડું કેસર અને સુકા મેવા વાળું દૂધ અપાણું . નાવાનીતભાઈની મહેમાનગતિ માં કોઈ કચાશ ન હતી . મનોજ નાં ગ્રુપ મનોજ ની સગાઇ સૌ પ્રથમ હતી એટલે બધા જ મિત્રો બહુ જ રાજી હતા. બધાને ધ્વનિ ને જોવાની ઉત્સુકતા હતી।  ને બસ ત્યાંજ ધ્વનિ  ધીરે પગલે વર્ષા સાથે આવતી દેખાઈ।  બધાને મનોજ નાં નસીબ ની ઈર્ષા થવા લાગી . બધાને એમ થયું જાણે  પ્રભુ મનોજ પર જ મહેરબાન થઇ ગયા હતા. પણ એ મિત્રોનાં ગ્રુપ માં સમીર પણ હતો ને એને જોઇને વર્ષાને આશ્ચર્ય થયું .
 એણે  ધીરે રહીને ધ્વનિ ને આ વાતની જાણ કરી . ધ્વનિ ને પણ આશ્ચર્ય થયું કે સમીર અને મનોજ મિત્ર કેવી રીતે . તે બંન્ને શાળાના સમયનાં મિત્રો હતા એ પછી ખબર પડી .
                                થોડીવારમાં ધ્વનિ  અને મનોજ ને સ્ટેજ  પર લાવવામાં આવ્યાં . મંત્રોચાર અને નવકાર મંત્ર બોલીને બધાએ શુભ પ્રસંગે પ્રભુને યાદ કર્યા અને બંન્ને એ સ્વજનોના આશીર્વાદ સાથે એક બીજાને ડાયમંડ રીંગ પહેરાવી .ઉષા બહેન તો પોતાની પુત્રવધુ ને જોતા જ રહ્યા હતા કે સંસ્કાર અને સુદરતા બંન્ને ક્યાંક જ જોવા મળે છે એ મારી પુત્રવધુ માં છે.. સગાઈની વિધિ પતાવીને બધા વડીલો ને પગે લાગીને મનોજ ,  ધ્વનિ ને લઈને પોતાના મિત્ર ગ્રુપ માં ગયો બધા સાથે ઓળખાણ કરાવી . આવેલા મહેમાનો એ જમણ ને ન્યાય આપ્યો। અને ધીરે ધીરે બધા છુટા પાડવા લાગ્યા . 
 હવે બસ મનોજ અને ધ્વનિનું ફેમીલી હતું . બધા શાંતિથી થોડી વાર સાથે મળીને બેઠા . છેલ્લે ઉષાબહેનેસવિતા બહેન પાસે ધ્વનિ  ને ઘરે લઇ જવાની રજા માંગી સવિતાબહેને હોશે હોશે રજા આપી.  સવિતાબહેન નું હૃદય તો જાને કપાઈ જતું હતું કે આજ થી જ મારી દીકરી હવે પારકી થઇ ગઈ પણ એ પણ સમાજ નો નિયમ હતો કે બધી દીકરી ની માતા એ એક વાર પોતાના કાળજા નાં કટકા ને અલગ કરવું જ પડે છે. 
 મનોજની ગાડીમાં મનોજધ્વનિ વર્ષા અને માનસી ગોઠવાયા . આમાં બધા મનોજના બંગલે પહોચ્યાં . ઉષાબહેન ધ્વનિનું સત્કાર કરવા ઘરના ધ્વારા પર તૈયાર જ ઉભા હતા. ઘરમાં આવેલા મહેમાનો એ મનોજ અને ધ્વનિને ઘેરી લીધા।  બધા એમની મસ્તી કરતા હતા. થોડીવાર માં ઉષાબહેને માનસી ને કહ્યું " જા ભાભી ને તારી રૂમ માં લઇ જા એ થોડી ફ્રેશ થઇ જાય।  એની માટે બીજો ડ્રેસ પણ રાખ્યો છે એને કહેજે બદલાવી લે. "
 ધ્વનીને બહુ જ આશ્ચર્ય થયું કારણ એની મમ્મી એ કહ્યું હતું કે જો તને લઇ જાય તો સાળી માં કંટાળતી નહી। . બસ એક દિવસ ચલાવી લે જે . અને અહિયાં તો એના સાસુ જ કહે છે કે ધ્વનિ  માટે ડ્રેસ રાખ્યો છે. ધ્વનિ પ્રભુ નો ઉપકાર માનવા લાગી કે એને આટલું સારું સાસરું મળ્યું . 
માનસીધ્વનિ ને લઈને પોતાની રૂમમાં ગઈ ત્યાં મનોજ પણ આવી પહોચ્યો માનસી એ તરત ભાઈને કહ્યું ભાઈ મમ્મી ને બોલાવું કે. પછી હસતા હસતા એ રૂમ માં થી ચાલી ગઈ અને બોલાતી ગઈ કે હું દસ મિનીટ માં પાછી આવું છું .મનોજધ્વનિ ને પોતાની રૂમ દેખાડવા લઇ ગયો અને કહ્યું "ધ્વની આ આપણી  રૂમ છે .. "
 ધ્વનિ ધ્યાનથી પોતાના શમણાં નો રૂમ જોતી હતી . ખૂબ જ આધુનિક અને સુદર રીતે સજાવેલો રૂમ હતો.એક એક વસ્તુમાંથી મનોજ ની કળા પ્રત્યેનો પ્રેમ દેખાતો હતો.  એ જ રૂમ માં એક નાનો સ્ટડી રૂમ પણ બનાવ્યો હતો. એ રૂમ માં જાણે બધું જ હતું . ધ્વનિએ રૂમ નાં અને સજાવટ નાં બહુ જ વખાણ કર્યા  . મનોજ બહુ જ રાજી થયો. 
પાછા તેઓ માનસી નાં રૂમમાં ગયા, માનસી એ ધ્વનિ નાં દાગીના ઉતારવામાં મદદ કરી . મનોજ પોતાના મિત્રો સાથે બેસવા ચાલ્યો ગયો.. પણ એનું ધ્યાન માનસી નાં રૂમ તરફ જ હતુ કે ક્યારે માનસી , ધ્વનિને લઈને આવે. અળધી કલાક રહીને ધ્વનિ પાછી નીચે રૂમમાં આવી
ત્યારે તેણે  ડ્રેસ  પહેર્યો હતો.  તે ડ્રેસ માં પણ ખૂબ જ સુંદર લાગતી હતી ..થોડા કલાક રહીને ધ્વનિએ પોતાનાં ઘરે જવાનું હતુ. બંને યુવાન હૈયા એકાંતમાં મળવા માટે આતુર હતા. પણ ઘરમાં બધાની વચ્ચે એ શક્ય ન હતુ. ત્યાં ઉષા બહેન ઘરનું કામ પરવારીને
 દીવાન ખંડ માં બેસવા આવ્યા.. એમણે મનોજનાં ચહેરાની આતુરતા જોઇ.. અળધી કલાક સમય પસાર કર્યો ત્યાં અચાનક તેમણે કહ્યુ " મનોજ , ધ્વનિ ને એનાં ઘરે મુકી આવ.. હવે એ પણ થાકી હશે.. " મનોજ્નાં ચહેરા ખુશી  છવાઈ ગઈ.. નીકળતા વખતે ધ્વનિએ  બધા વડિલોનાં ચરણ સ્પર્શ કર્યાં . 
 મનોજ અને એનાં મિત્રો બધા ધ્વનિ ને લઈને બહાર નીકળ્યાં. મનોજે બધા મિત્રોનો આભાર માન્યો કે બધા એનાં પ્રસંગમાં આવ્યાં ત્યાં તેનાં મિત્રોએ કહ્યુ " મનોજ અમે તો હંમેશા તારી સાથે જ હશુ. જો હમણા પણ તારી સાથે જ ફરવા આવીયે છે " અને એ સાંભળીને બધા મિત્રો હસી પડ્યા અને સાથે ધ્વનિ પણ હસવા લાગી.. મનોજ નો જવાબ સાંભળ્યા વગર જ બધા મિત્રો પોતપોતાની કાર માં ગોઠવાણા. અને મનોજને પુછ્યુ કે બોલ
 ભાઇ કાર કઈ બાજુ લેવાની છે ? મનોજે ખીજાઈને કહ્યુ " ચાલો બધા ચોપાટી , જુઓ તમે બધા પરણો પછી જોજો હું તમને કેવો  હેરાન કરુ છુ " 
   કારમાં બેસતા બેસતા મિત્રો એ કહ્યુ " અમારે ચોપાટી  નથી જવુ.. સસ્તામાં પતાવવુ છે કે ? ટીકુજીની વાડી માં લઈ  જા, ત્યાં કાર લે.. " 
મનોજ હજી ખીજાણો " સગાઇ મારી ને હુકમ તમારો "
ધવનિ મિત્રોની મસ્તી થી હસતી હતી.. કારમાં બેસીને મનોજે ધવનિ ને સોરી કહ્યુ કે મિત્રો પાસે મારુ કંઇ જ નહી ચાલે.. ધ્વનિએ કહ્યુ " અરે કંઇ વાંધો નહી " 
બધા ટીકુજીની વાડી માં પહોચ્યા ત્યાં કોઇકની પાર્ટી ની તૈયારી હતી .. મનોજે કહ્યુ " લ્યો અહિંયા તો બધુ ભરેલુ છે કોઇકની પાર્ટી છે.."
ત્યાં માઈકમાં થી એક લેડી બોલી " વેલકમ મનોજભાઇ ને ધ્વનિબેન આપનૂ આપનાં મિત્રો તરફથી ગોઠવેલ પાર્ટીમાં આપનું સ્વાગત છે.. "
અને મનોજ અને ધ્વનિ આશ્ચર્ય પામી ગયા.. કે આ પાર્ટી તો એમનાં માટે જ હતી.. બંને બહૂ જ ખુશ થયા . મિત્રો નો ખૂબ જ આભાર માન્યો . 
ત્રણ કલાક પાર્ટી ચાલી . પછી બધા મિત્રો છુટા પડ્યા અને બે યુવાન હૈયા એકાંતમાં મળ્યા. મનોજે આગલી સીટનો દરવાજો ધ્વનિ માટે ખોલ્યો. ધ્વનિ ત્યાં બેઠી.. અને મનોજ બસ એને જોતો જ રહ્યો 
ધ્વનિએ હસીને કહ્યુ કે ચાલો હવે રસ્તા પર બધા કારમાં જુવે છે.. 
 અચાનક મનોજે ધ્વનિનો હાથ પકડીને ચુમી લીધો અને પછી પોતે જ શરમાઈને સોરી કહેવા લાગ્યો .. ધ્વનિ ખૂબ જોરથી હસી  અને બોલી " બુધ્ધુ જ છો સાવ એમાં સોરી શું ? 
  મનોજ પણ હસી પડ્યો અને બોલ્યો " પહેલી વાર કોઇ સ્ત્રી ને ચુમ્યુ ને એટલે સમજાણૂ નહી "
 પછી મનોજે કાર શુરુ કરી અને ધ્વનિ નાં ઘરે ધ્વનિને મુકી આવ્યો. 
ઘરે આવ્યો ને ઉષાબહેને પુછ્યુ " કેમ રહી ટીકુજીની વાડીની પાર્ટી " 
મનોજે આશ્ચર્ય સાથે કહ્યુ " તમને ખબર હતી  ? "
 ઉષાબહેને હા પાડી ને કહ્યુ " તમારા બંને સિવાય બધાને ખબર હતી "
મનોજ આવીને ઉષાબહેનનાં ખોળામાં માથુ રાખીને સુઇ ગયો.. મનોજની ચહેરાની ખુશી એનાં ચહેરા પર દેખાતી હતી .. ઉષાબહેને મનોમન ભગવાનને પ્રાર્થના કરી મારા દીકરા વહુ ને હંમેશ ખુશ રાખજો પ્રભુ..કોઇક અજાણ્યો ભય જાણે મનનાં ઉંડાણમાં ઉષાબહેન ને પજવતો હતો..

No comments:

Post a Comment