Saturday, January 12, 2013

પ્રસ્તાવના
આ નવલકથા મુંબઈમાં આકાર લે છે . વાર્તાની નાયિકા ધ્વનિના જીવનની યાત્રાની સફરની વાર્તા છે . એક વાસ્ત્વિક પાત્ર છે . અહીં તેમનું નામ બદલાવ્યું છે.
  આ તેમના જીવનની સત્ય ઘટના છે જેને વાર્તા સ્વરુપે કંડારી છે .શબ્દો સત્ય છે જે ભેગા મળી ને ટુકડે ટુકડે વાક્ય બનાવે છે ને વાક્યો ભેગા મળીને એક સરસ મજાની વાર્તાનું સ્વરુપ લે છે .
" અંતઃપ્રતિતિ " પણ એક એવી જ નવલકથા છે. ધ્વનિના જીવનના બધાજ રસોને ખૂબ સુંદર રીતે અહીં આલેખવામાં આવ્યા છે.. તે શબ્દોનાં માધુર્યથી રસપૂર્વક બનવવામાં આવી છે . શબ્દોમાં એ તાકાત છે કે જે માણસને જીવતા પણ રાખે છે ને પોતાના વેધક બાણ થી જીવનની દિશા બદલી નાંખે છે.  જે વ્યક્તિ કોઇથી ન ડરતી હોય તે પણ શબ્દોનાં વેધક બાણ થી તો ડરે છે.એવો છે આ શબ્દોનાં જાદુ..
  આ શબ્દોનાં જાદુથી ધ્વનિ, જીંદગીમાં પણ ખૂબજ સુખ્ સમ્રુધ્ધિ, સફળતા -નિષ્ફળતા બધુ જ માણે છે.!
 મિત્રોનાં શબ્દોનાં માધુર્યથી તે દુનિયા સમક્ષ પોતાની એક નવીજ કેડી કંડારે છે.
  આ વાર્તનું કથા બીજ અમદાવાદ સ્થિત રહેતા સખી,સ્વાતી શાહ એ આપ્યું હતુ. અને વાર્તા લખતા વખતે એમણે બહુ સાથ આપ્યો હતો. એમનો આભાર અમે કદી નહી ભૂલીયે..પછી અનિવાર્ય સંજોગોને કારણે વાર્તા એક બાજુ મુકાઈ ગઇ..અને પછી બીજી સખી રાજપીપળા થી ફાલ્ગુની પરીખ મળી. જેની સાથે વાત કરતા કરતા આ વાર્તા વિષે વાત થઈ તેણે કહ્યું મને વાર્તા મોકલાવ. વગર મળેલ વગર જોયેલ એક નેટ ની મિત્ર પર  સંપુર્ણ ભરોસો રાખીને વાર્તા મોકલી દીધી ..અને ફાલ્ગુની એ ક લઘુ નવલકથા ને નવલકથાનું સ્વરુપ આપી દીધુ..
જે આજે તમારી સમક્ષ મુકુ છુ આશા છે આપને આ નવલકથા ગમશે..
                  નીતા કોટેચા "નિત્યા"
                  ફાલ્ગુની પરીખ