Thursday, February 12, 2015

19

  ક્યાંક દુખ હોય તો ક્યાંક ખુશ હોય છે દુખ અને સુખ આપણા  જીવન નાં બે પાસા છે।   જેમ ધ્વનિ નાં જવાથી સવિતાબહેન દુખી હતા ત્યાં ધ્વનિ નાં આવવાથી ઉષાબહેન નો રાજીપો સમાતો જ નહોતો।  દીકરી નાં જન્મ વખતે જ જેમ માતા નાં મન માં એની વિદાઈ નો ડર હોય છે એમ દીકરાના જન્મ વખતે જ માતા નાં નયનો વહુ નાં સ્વપ્ન જોવા લાગતી હોય છે. અને ઉષાબહેન નું એ સ્વપ્ન આજે પૂરું થઇ રહ્યું હતું। એમની વહુ એમને ત્યાં આવવાની હતી  .
  જેવી ગાડી ગેટ માં દાખલ થઇ , તરત જ માનસી બોલી "  મમ્મી મમ્મી જુઓ ભાભી આવી ગયા।  આ સાંભળીને તરત જ બધા ધ્વનિ નું સ્વાગત કરવા માટે દરવાજા પાસે પહોચી ગયા  . ગાડી માં થી નીચે ઉતરી ઘર નાં ગેટ પાસે પહોચી સૌ પ્રથમ ધ્વનિ  મોટા કાકી ને પગે લાગી , પછી ઉષાબહેન ને આગળ જઈને માનસી ને ભેટી ને વ્હાલ કર્યું  . આ જોઇને તરત મનોજ બોલ્યો " મમ્મી આજે લોકો અહેસાન નો બદલો આપતા જ નથી  , ધ્વનિ ને લાવ્યો હું , અને બીજા બધાને ધ્વનિ  એ કઈક ને કઇક આપ્યું મને જ કઈ નહી  . આ સાંભળીને ધ્વનિ  શરમાઈ ગઈ અને બીજા બધા એની વાતો પર હસવા લાગ્યા  . માનસી બોલી  " ભાભી ભાઈ ને પણ પગે લાગી લ્યો  " મનોજ આ સાંભળીને માનસી  સામે બનાવટી  ગુસ્સા થી જોયું  . આ જોઈ પાછા  બધા હસવા લાગ્યા  . 
  ઘરના નોકરો ગાડી માં થી બધો સામાન ઉતારવા લાગ્યા  , બધા જ ધ્વનિ  સાથે દીવાનખંડ માં બેઠા।  ઉષાબહેને , સવિતાબહેન અને નવનીતરાય ની ખબર પૂછી।  અને માનસી સાથે થોડી  વાતો કરીને કહ્યું  માનસી , ભાભી ને તારા રૂમ માં લઇ જા. થોડા ફ્રેશ થઇ જાય  .  " માનસીની ની સાથે ધ્વનિ  માનસી નાં રૂમ તરફ ચાલી , મનોજ તરત જ પોતાની રૂમ માં થી નીકળીને  માનસી નાં રૂમ માં સંતાઈ ગયો  . 
   રૂમ માં પહોચીને માનસી એ કહ્યું " ભાભી તમે ફ્રેશ થઇ જાઓ , હું થોડી વાર માં આવું છુ  . માનસીનાં  ગયા પછી નેપ્કીન  ને ફેસવોશ લઈને ધ્વનિ  બાથરૂમ માં ગઈ , બાથરૂમનો દરવાજો ખોલતા વેત સામે જ મનોજ ને જોઇને ધ્વનિથી ચીસ પડાઈ ગઈ  . હજી રૂમ માં થી બહાર નીકળેલી માનસી એ ચીસ સાંભળીને માનસી પાછી આવી અને બુમ પાડીને પૂછ્યું  " ભાભી શું થયું ? "
   ધ્વનિ એ પોતાને સંભાળીને કહ્યું નાં કઈ નહિ માનસી નાનો વાંદો  હતો।  એનો જવાબ સાંભળીને  મનોજે હાશકારો લીધો।  મનોજ ને ખબર હતી માનસી તરત પાછી આવશે એણે  તરત જ ધ્વનિ ને પોતા તરફ ખેચી અને એના ચહેરા પર હાથ ફેરવવા લાગ્યો। . ધ્વનિની આંખો  બંધ થઇ ગઈ।   મનોજે ધ્વનિ ને હજી પોતા તરફ ખેચી હવે ધ્વનિ ને મનોજ નાં શ્વાસ સંભળાતા  હતા ધ્વનિ  આ સોનેરી પળ ને ઉત્મુક્તાથી માની રહી હતી   મનોજે , પોતાના આધર ધ્વનિ નાં અધરો પર મૂકી દીધા અને દીર્ઘ ચુંબન કર્યું  . ધ્વનિ  નાં પાડી જ નહોતી શકતી  . સમય , સ્થાન બધું તેઓ ભૂલી ગયા હતા. ત્યાં વાસણ પડવાનો અવાજ આવ્યો  અને બંને પ્રેમ નાં વાતાવરણ માં થી બહાર આવ્યા।  દરવાજો ખોલીને ધ્વનિ એ હસતા હસતા મનોજ ને બાથરૂમ માં  થી બહાર ધકેલ્યો।   
 મનોજ બહાર જ સોફા પર  ધ્વનિ  નાં શ્વાસ ની સુગંધ માણતો બેઠો રહ્યો ત્યાં માનસી આવી  અને ભાઈ ને જોઇને આશ્ચર્ય પામી। ત્યાં ધ્વનિ  પણ બહાર આવી।  મનોજ ને એણે  પણ પહેલી વાર જોયો હોય એવું દાખવ્યું   . ધ્વનિ નો ચહેરો જોઇને માનસી એ કહ્યું  ભાભી ઓલો નાનો વાંદો  આ જ તો નહિ ને।  "
 ધ્વનિ  એ શરમાઈને ચહેરો નીચે કરી લીધો  અને માનસી એ ભાઈ સામે જોયું  . મનોજ જોર થી હસવા લાગ્યો  અને બોલ્યો "  મારી પત્ની છે ભાઈ " માનસી એ કહ્યું " ભાઈ હજી થવા વાળી પત્ની  , થઇ નથી ગઈ।  " અને માનસી હસતા હસતા ધ્વનિ ને લઈને દાદરો ઉતરી ગઈ।  નીચે જઈને ધ્વનિ  અને માનસી રસોડા માં ઉષાબહેન પાસે ગયા।  ઉષાબહેન બંને ને લઈને બહાર આવ્યા કે કોઈએ કામ કરવાનું નથી આપણે બધા બહાર  બેસીએ  . 
  થોડીવાર માં મનસુખભાઈ  આવી ગયા , એમને જોઇને ધ્વનિ  તરત ઉભ થઇ એમને પગે લાગી।  મનસુખભાઈ એ અંતરથી આશીર્વાદ આપ્યા , બધા સાથે બેસીને જમ્યા। 
પોત પોતાની રૂમ માં સુવા ગયા  , માનસી ની રૂમ માં ધ્વનિ  સુવાની હતી। હજી તો રૂમ માં પહોચ્યા ને ધ્વનિ  નાં ફોન માં એસએમ એસ ની બેલ વાગી , એક વાગી બે વાગી હજી ધ્વનિ  અવાજ ધીરે કરવાની કોશિશ કરે ત્યાં તો બીજી બે વાગી  , માનસી એ હસતા હસતા કહ્યું ભાભી તમારા  વાંદા નાં મેસેજ ચાલુ થઇ ગયા।  ધ્વનિ એ હસતા હસતા કહ્યું શું માનસી  ખમો તમારું નક્કી થવા દ્યો પછી જુઓ હું કેવી હેરાન કરું છુ   " માનસી એ પણ હસીને  કહ્યું " ચાલો હું સુઈ જાવ છુ  સવારે વહેલું ઉઠવાનું છે।   માનસી  સુઈ ગઈ અને મનોજ અને ધ્વનિ એસએમ એસ  થી વાતો કરવા લાગ્યા  . 
  સુતા સુતા બે વાગ્યા  . સવારે પાંચ વાગે નાહીને તૈયાર થઇ ને ધ્વનિ  નીચે આવી।  જોયું તો ગાર્ડન  માં મનસુખભાઈ અને ઉષાબહેન ટહેલતા હતા।  ધ્વનિ  ને જોઇને ઉષાબહેન  બહુ રાજી થયા।  એમને કહ્યું  "બેટા આટલી વહેલી કેમ ઉઠી ગઈ  ?  " ધ્વનિ  એ જવાબ આપ્યો  કે આજે અગિયારસ છે।  મારે દેરાસરમાં દાદાની પૂજા કરવા જાવું છે।  પછી ઘરની સેવા।  વર્ષોથી અમને આ જ આદત છે।  ઉષાબહેને , મનસુખભાઈ સામે જોયું  . મનસુખભાઈ ની આંખોમાં પણ અશ્રુ હતા એ બોલ્યા " ઉષા , તે બહુ પુણ્ય કર્યા હશે ત્યારે તને આવી વહુ મળી છે  . જો તારું સ્થાન લેવા કોઈક આવી ગયું  " ધ્વનિ માથું નીચે રાખીને બોલી  " પપ્પા સ્થાન લેવા નહી પણ મમ્મીની જવાબદારી ઉપાડવા।  ઉષાબહેને ધ્વનિ  નું માથું ચૂમી લીધું અને એમને કહ્યું ચાલ આપણે  બંને આજે સાથે પૂજા કરવા જઇયે " 
  એક એક કરીને બધા ઉઠ્યા , ત્યાં સુધી સાસુ વહુ પાછા  આવી ગયા. પુજાના કપડા બદલાવીને  બધા સાથે બેસીને ચાય નાસ્તો કર્યો  . માનસી એ કહ્યું " ભાભી તમારી તો નીંદર જ પૂરી નહિ થઇ  હોય " ધ્વનિ  ઈશારો કરતી રહી કે ચુપ રહો  પણ માનસી મસ્તી નાં મૂડ  માં હતી  અને મનોજ , નણંદ ભાભી ની મસ્તી માણી  રહ્યો હતો  . મનસુખભાઈ  એ કહ્યું  "કેમ ધ્વની જગ્યા બલાવાથી નીંદર નહોતી આવી કે " તો ધ્વનિ બોલે  એની પહેલા માનસી એ કહ્યું " નાં પપ્પા મારી રૂમ માં એક નાનો વાંદો આવી ગયો છે  કે જે કાલ થી ભાભી ને હેરાન કરે છે. કાલે પણ રાતના બે વાગ્યા સુધી ભાભી જાગતા હતા  . મનસુખભાઈ એ માનસી અને મનોજ ની મસ્તી ભરી મુસ્કાન અને ધ્વનિ નાં શરમાવાનું જોઇને બધી વાત સમજી ગયા  . એમને કહ્યું " ઓહ તો તો હવે એ વાંદા નો ઈલાજ કરવો જ પડશે  . હમણાં તો નાસ્તો કરીને ધ્વનિ  તું થોડી વાર આરામ કરી લે."   અને નાસ્તો કરીને જેવા બધા વડીલો પોત પોતાની રૂમ માં ગયા।  ધ્વનિ  એ બનાવટી  ગુસ્સા થી માનસી સામે જોયું અને ત્રણે જણા  હસવા લાગ્યા।  
  અને એમના હસવાના અવાજ સાંભળી મનસુખભાઈ ને ઉષાબહેને કહ્યું આ ત્રણે વચ્ચે આવો જ પ્રેમ રહે  .  

No comments:

Post a Comment