Friday, February 13, 2015

૨૦

દિવાળી નાં પાંચ દિવસ હસી ખુશી માં વીતી ગયા , પાંચ દિવસ માં એક દિવસ સવિતાબહેને બધાને જમવા બોલાવ્યું , ધ્વનિ  પાછી એમના ઘરે ગઈ અને ભાઈબીજ નાં દિવસે  ધ્વનિ ને મનોજ મૂકી ગયો ,  ધ્વનિ નાં ઘરમાં બધા માટે મનસુખભાઈ એ અને ઉષાબહેને ગીફ્ટ આપી , બધાને જાણે  ધ્વનિ વગર ગમતું ન હતું , પાંચ દિવસમાં બધાને ધ્વનિ ની આદત પડી ગઈ હતી  . હવે બધા લગ્ન ની તૈયારી માં પડ્યા।  લગ્ન ને હવે ફક્ત પંદર દિવસ ની જ વાર હતી  . ઉષાબહેન અને નવનીતભાઈ એ પાંચ દિવસ પછી ધ્વનિ  ને જોઈ  તો લાગતું હતું કે જાણે  પાંચ વર્ષ પછી જોઈ હતી, એના લગ્ન પછી શું થાશે એ જ એમને ખબર નહોતી પડતી  . દિવસો વીતવા લાગ્યા હવે લગ્ન ને ફક્ત સાત દિવસ જ બાકી હતા , ચાર દિવસ પછી રોજ નાં એક પ્રસંગ શુરુ થઇ જવાના હતા , બહારગામથી મહેમાન આવવાના શુરુ થઇ જવાના હતા  , નવનીતભાઈ એ બધા માટે હોટેલ બુક કરાવી હતી  .  રોજ રાતના  ધ્વનિ,  માતા પિતા સાથે રાતના બાર એક વાગ્યા સુધી બેસી ને વાતો કરતી , જેટલો સમય રહેવાય એ માતા પિતા સાથે રહેવા માંગતી હતી ,
બીજા ત્રણ દિવસ પછી મહેમાન આવવા લાગ્યા  . પહેલે દિવસે મહેંદી રસમ હતી  , ધ્વનિ  તૈયાર થઈને હજી વધારે સુંદર લાગતી હતી , તેના સાસરે થી બધા લોકો આવ્યા હતા  , સવિતાબહેને ફોન કરીને કહ્યું હતું કે તમે તમારા ઘર ના બધા દેરાણી જેઠાની  બધા ને લઇ આવજો , પાંચ મિનીટ માં મનસુખભાઈ નો ફોન આવ્યો હતો " કે વેવાણ  અમારે પણ આ પ્રસંગ માણવો છે અમે પુરુષો પણ આવશું " મનસુખભાઈ ની આ ઈચ્છાને  માન  આપી ને આ પ્રસંગમાં બધાને બોલાવામાં આવ્યા અને સુંદર રીતે એ પ્રસંગ ને  બધાએ સાથે મળીને માણ્યો।
  બીજે દિવસે ગરબા અને દાંડિયા હતા , તેમાં પણ બધાએ મન મુકીને ગરબા લીધા , મનસુખભાઈ અને નવનીતભાઈ ની   થોડી પાર્ટી ફોરેનર પણ હતી તે લોકો પણ આવ્યા હતા  અને તેઓ પણ એ ગરબા રમીને બહુ મજા માણી  .
રોજ રાતના સુતા વખતે પરિવાર માં કુટુંબી  લોકો પ્રસંગ ને વખાણે અને નવનીતભાઈ અને સવિતાબહેન નું કાળજું  હાથ માં આવે કે હવે હજી એક દિવસ ઓછો થઇ ગયો  પણ નયનોમાં અશ્રુ અને  હોઠો પર મુસ્કાન લઈને તેઓ પ્રસંગ ને દીપાવતા હતા।
 આખરે પીઠી લગાવવાનો સમય આવી ગયો હતો  . વાડી માં જ એક તરફ મનોજ ને પીઠી લગાવવામાં આવતી હતી અને બીજી તરફ ધ્વનિ  ને  , વાડી માં જ બધાને આગલા  દિવસ થી ઉતારા આપી દેવામાં આવ્યા હતા , સૌથી સારી હોટેલમાં ઉતારો આપવામાં આવ્યો હતો. અને એજ હોટેલ માં લગ્ન હતા  . જાનૌઆઓ નવનીતભાઈ ની સરભરાથી જ ખુશ થઇ ગયા  હતા   , પીઠીનો પ્રસંગ પત્યાં  પછી પાર્લર વાળાઓ એ ધ્વનિ  અને મનોજ પર પોતાનો કબ્જો  જમાવી લીધો હતો  , એક બાજુ પાર્લર ની ચાર છોકરીઓ મળીને  ધ્વનિ ને તૈયાર કરતી હતી અને બીજી બાજુ ધ્વનિ  પોતાના સપનાઓ  જોવા માં મશગુલ હતી  .
 તેના હૃદયના સ્પંદનો  કઈક અલગ જ પ્રકારનો એક મીઠો સ્પર્શ અનુભવતા હતા  , તેને પોતાના ભાવી જીવનનનો , પિયુના પ્રેમ નાં જે જે સપના આંખોમાં સજાવ્યા હતા તે આજે સાચા થઇ રહ્યા  હતા  .
 જ્યારે ધ્વનિ  ને પાનેતર પહેરાવવામાં આવ્યું ત્યારે એક વાર તો આ રૂપની રાણી ને પાર્લર  વાળી છોકરીઓ પણ જોતી રહી ગઈ. અને બોલી ઉઠી કે વાહ અતિ સુંદર , આવી સુંદરતા અમે ક્યાય નથી જોઈ  , મનોજ ભાઈ તો ગયા ,સાંજ સુધી પોતાને કેવી રીતે સંભાળશે  ? "
અને ધ્વનિ  શરમાઈ ગઈ છુપી રીતે તેણે  પોતાને આઇનામાં જોઈ લીધી , પૂર્ણ તૈયાર  કરીને સૌ પ્રથમ સવિતાબહેન અને નવનીતભાઈ ને  રૂમ માં બોલાવ્યા  . અને ધ્વની ને આ દુલ્હન નાં રૂપ માં જોઇને નવનીતભાઈ નો હાથ ખિસ્સામાં ચાલ્યો ગયો 500 ની ચાર નોટો કાઢી ને ધ્વની ઉપર થી  ફેરવી તેમણે  પાર્લર વાળા  બહેન ને આપી અને બોલ્યા  " તમે ધ્વની ને અતિ સુંદર તૈયાર કરી છે " પાર્લર વાળા  બહેને કહ્યું નાં અંકલ ધ્વનિ  છે જ એટલી સુંદર , અમે તો કઈ  જ નથી કર્યું  . " અને સવિતાબહેને સજળ  નયને દીકરીનાં  કપાળ પર ચુંબન કર્યું અને કહ્યું  મારી દીકરી ને કોઈની નજર નાં લાગે   એક માતાના અશ્રુ જોઇને બધાની આખો અશ્રુ થી છલકાઇ ઉઠી।  ત્યાં નવનીતભાઈ એ વાતારવણ  હળવું બનાવવા કહ્યું " ધ્વનિ  તું ન રડતી તારો મેક અપ ખરાબ થઇ જાશે  અને મનોજ જો તને રડતી જોશે તો કહી દેશે કે મારે ધ્વનિ  ને નથી લઇ જાવી તો શું કરશું  ? " બધા નવનીતભાઈની વાત પર હસી પડ્યા   .
 બીજી બાજુ મનોજ પણ તૈયાર થઇ ગયો હતો , તે પણ ખુબ જ સોહામણો લાગતો હતો , ગાળામાં સાચ્ચા મોતીની માળા , હાથમાં મીંઢળ , નાળીયેર , કટાર , સુરવાલ , અચકન માં શુદ્ધ સોનાના તારની ગૂંથણી  થી તૈયાર કરવામાં આવી હતી  તેની શેરવાની , પગે રજવાડી મોજડી  , માથે સાફો અને કપાળે કુમકુમ તિલક  . ઉષાબહેન દીકરાનું આ સ્વરૂપ જોતા જ રહી ગયા  . તેમણે પણ દીકરાની નજર ઉતારી  , અને સારું મુહુર્ત જોઇને  મેરેજ હોલ પર પ્રસ્થાન કર્યું।  જાનૈયા ઓ નાં ઢોલ નાં અવાજ સાંભળી ને નવનીતભાઈ અને  તેમના મહેમાનો જાનૈયા ઓ નું સ્વાગત કરવા ધ્વાર પર પહોચ્યા।  હરખભેર એમને પૂજા કરીને અંદર લઇ આવ્યા।  પહેલા બધાને ચાહ નાસ્તો અને કેસર નાં દૂધ નાં પાયા  .
 આખરે એ શુભ ઘડી આવી પહોચી જ્યારે વર કન્યા સાથે માંડવા માં આવશે।  અને લગ્ન નાં પવિત્ર બંધન માં જોડાશે  .  " લગ્ન નું સપ્તપદીનું બંધન"

 સપ્તપદી માં સાત મંગલ ફેરા ફરવાના હોય છે એ ફેરા ફરતા વખતે બ્રામણ જીવનમાં પતિ પત્ની એ કઈ સાત ફરજો બજાવવાની હોય છે  તે શીખવે છે  . લગ્ન મંડપ પુરોહિતો નાં શુદ્ધ મંત્રોચાર થી  હજી વધારે પવિત્ર થઇ ગયો  . થોડી જ વાર માં લાલ સફેદ પાનેતર પહેરીને ધ્વનિ ને પાલખી માં  બેસાડીને મંડપ માં લઇ આવવામાં આવી।  કોઈની પણ નજર ધ્વનિ  તરફ થી હટતી ન હતી  . તે સ્વર્ગ ની અપ્સરા જેવી સુંદર  લાગતી હતી  .
  થોડી જ વાર માં એ ઘડી પણ આવી ગઈ કે જ્યારે નવનીતભાઈ અને ઉષાબહેને   કન્યાદાન ની ફરજ બજાવી ને દીકરી નો હાથ મનોજ નાં હાથ માં સોપવાનો હતો  .
એ કાર્ય પણ કઠણ  કાળજે માતા પિતા એ પૂર્ણ કર્યું  . બંને નાં મનમાં બસ એક જ વાત હતી કે  પ્રભુ મારી દીકરી જેને હું સોપું છુ  તે મારી દીકરી ને મારા કરતા પણ વધારે પ્રેમ આપે   . એક એક ફેરા એ દીકરી ને દુર થતા માતા પિતા જોતા રહ્યા  . પણ દીકરી નાં ચહેરાની ખુશી જોઇને રાજી પણ થતા રહ્યા   .
 લગ્ન વિધિ સંપૂર્ણ થઇ , ઉષાબહેન અને મનસુખભાઈ નાં પરિવાર માં ખુશી નો માહોલ છવાઈ ગયો કે ધ્વની હવે આપની પુત્રવધુ થઇ , બધા આનંદ ની કિલકારી કરતા હતા ત્યારે ખૂણામાં  ઉભેલા ધ્વનિ નાં માતા પિતા પર ઉષાબહેન ની નજર પડી  , એમ લાગતું હતું જાણે  એમનો કાળજા નો  ખજાનો લુટાઈ ગયો  હતો , તેઓ બંને એકલા પડી ગયા હતા  . ઉષાબહેને સવિતાબહેન નાં ખભા પર હાથ રાખ્યો અને સવિતા બહેન એમને ભેટી  ને રડી પડ્યા।  દીકરાની માં હોવા છતા  ઉષાબહેન ની આંખોમાં પણ અશ્રુ આવી ગયા  . અને આખા મંડપ માં આ કરુણ દ્રશ્ય જોઇને કોઈની પણ આખો અશ્રુ વગરની ન રહી  , મનસુખભાઈ પણ નવનીતભાઈ પાસે આવીને ઉભા રહ્યા।  નવનીતભાઈ પણ ખુબ રડ્યા  અને કહ્યું "  મારી દીકરીને સાચવજો "  મનસુખભાઈ એ આશ્વાસન આપ્યું " ભાઈ દીકરી મારે પણ છે , ચિંતા ન કરો હું બહુ સાચવીશ  મારી પુત્રવધુ ને  . પણ દીકરી નહિ બનાવી શકું  " એમની આ વાત સાંભળી ને આખું મંડપ જાણે  સુનકાર થઇ ગયું કે આ મનસુખભાઈ  શું બોલ્યા ? કારણ મનસુખભાઈ તો સંસ્કારી  વ્યક્તિઓ માં ગણાતા  . સવિતાબહેન અને નવનીતભાઈ આશ્ચર્ય થી એમની સામે જોતા રહ્યા  કે મનસુખભાઈ આગળ કઈક  બોલે।. 

No comments:

Post a Comment