Thursday, February 5, 2015

18

દુનિયાનું  સૌથી મોટું દાન એટલે કન્યા દાન  ! અને સૌથી વધારે દુખ આપનારો દિવસ એટલે દીકરી વિદાઈ નો દિવસ , એ પીડા માતા પિતા સિવાય કોઈને ખબર ન હોય।  કોઈ જાણતા ન હોય  . જે દીકરી ને જન્મ આપી મોટી કરી, ફૂલ ની જેમ સાચવી એને કેવી રીતે બીજા નાં હાથ માં સોપી શકાય।  અને એ પણ હસતા હસતા સોપવાની।  કદાચ આ દિવસ માટે જ બાળક નાં જન્મ વખતે લોકો દીકરી નહી  માંગતા હોય।  કારણ એનું જન્મ જ એની વિદાઈ ની પીડા લઈને આવે છે  .
 લગ્ન ની તારીખ આવી ગઈ હતી હવે ફક્ત બે જ મહિનાની વાર હતી।  તેમાં કપડા દાગીના લગ્ન સ્થળ કેટરિંગ , મહેમાનોની યાદી , લગ્નની પત્રિકા , એનું લખાણ  બધું જ કરવાનું હતું।  ઓછા સમયમાં વધારે કામ કરવાના હતા  . 
    લગ્ન નિમિત્તે ઉષાબહેન પણ ધ્વનિ  ને દર બીજે દિવસે શોપિંગ માટે લઇ જતા હતા।  .  આ દરમ્યાન ધ્વનિ ને ઉષાબહેન સાથે રહેવાનો મોકો મળતો હતો , અને બંને એકબીજાના સ્વભાવથી પરિચિત થતા હતા  . વાતો વાતો  માં ધ્વનિ  એક વ્યક્તિની પસંદગી નાપસંદગી વિષે પણ જાણવા લાગી હતી  . અને વાતો વાતો માં ઉષાબહેન એને એ પણ સમજાવતા કે સંયુક્ત પરિવાર માં  કેટ કેટલું જતું કરવું પડતું હોય છે   . ઉષા બહેન ની હર વાત માં ધ્વનિ એ જોયું કે ઉષાબહેન ઘરના ઓ નું માન  સાચવવાના અને સંપ જાળવવામાં ઘણા આગ્રહી હતા  . સાથે તેઓ તે પણ કહેતા કે આપના ઘરમાં જે જોઈએ એ મળશે। કોઈ વાત ની કમી નથી બસ વડીલો ને સંભાળવાના  .  
  જેમ જેમ દિવસો નજીક આવતા હતા સવિતા બહેન અને નવનીતભાઈ નું કાળજું જાને હાથમાં આવી જતું હતું   . એક નું એક સંતાન ધ્વની એ સાસરે ચાલી જશે પછી તો દુનિયા જ જાણે  ખાલી થઇ જાશે   . તેઓ બંને એકલા થઇ જાશે।   આ વાતથી તેઓ બંને ક્યારેક રાતના અંધારામાં રડી પડતા   
   રોજ કેટ કેટલી શિખામણ થી સવિતા બહેન ધ્વનિ ને સંપન્ન કરતા।  સવિતાબહેન વિચારતા હતા કે દીકરીને પરણાવતા વખતે ભલે મને દુખ થાશે પણ હું એ પણ વિચારીશ કે એના લીધે બીજું કોઈ દુખી ન થવું જોઈએ  અને દીકરી એટલી સુખી થવી જોઈએ કે એ માતા પિતાને પણ ભૂલી જાય  .

ધ્વનિ  એની સપનાં  ઓ ની દુનિયા વસાવવામાં મશગુલ હતી લગ્ન કરીને ઘરે ગયા પછી આગળનું જીવન કેવી રીતે જીવવવાનું ,  કેવી રીતે બધાને રાજી રાખવાનું એ બધું જ વિચારતી હતી।
મનોજ નાં ઘરે દીકરાનાં  લગ્ન હોવા છતાં  કામ બહુ જ હતું , કારણ ઉષાબહેન પણ ધ્વનિ  નાં બધા સગા ઓ માટે ગીફ્ટ લેવાના હતા અને પોતાને ત્યાં આવેલા મહેમાનો માટે પણ લેવાનું હતું  , બધા જ પોતાના કામ માં અતિશય વ્યસ્ત હતા બધાને એમ થાતું હતું કે દિવસો દોડે છે પણ આ જ દિવસો ની ગતિ ધ્વની અને મનોજ ને ધીરી લાગતી હતી   . એમના દિવસો ખૂટતા જ ન હતા  .  જોત જોતામાં દિવાળી નજીક આવી ગઈ  . હવે તો લગ્ન ની ઉંધી ગણતરી શરુ થઇ ગઈ હતી. ઉષા બહેને , સવિતાબહેન ની રજા લઈને અગિયારસથી ધ્વનિ ને પોતાના ઘરે બોલાવી લીધી હતી  , સવિતાબહેને મનોજ નાં ઘરવાળા બધા માટે ગીફ્ટ અને મીઠાઈ  મોકલી હતી।   મનોજ ધ્વનિ ને લેવા આવી પહોચ્યો હતો  .  બધી વસ્તુઓ મનોજ નાં કાર માં મુકાવી ને ધ્વનિ  અને મનોજ કારમાં બેઠા।  ધ્વનિ નાં ચહેરા પર ખુશી છલકતી  હતી , સવિતાબહેને એ જ વખતે મનમાં ને મનમાં એની ખુશી ભરેલા ચહેરાની નજર ઉતારી લીધી  , કે મારી દીકરી હંમેશ  આમ જ ખૂશ  રહે  . કાર સ્ટાર્ટ થઇ સવિતાબહેને હસીને બંને ને વિદાઈ આપી. પણ કાર નાં ગયા પછી કેટલીયે વાર સુધી તેઓ ગેટ પાસે જ ઉભા રહ્યા અને આંખ નાં અશ્રુ છલકાતાં  રહ્યા। આ ધ્વનિ નાં જન્મ પછીની પહેલી દિવાળી હતી જ્યારે  ધ્વનિ  ઘરમાં નહી  હોય  .


No comments:

Post a Comment