ધ્વનિએ બે મિનીટ માટે પોતાની આંખો બંધ કરી લીધી ને પ્રભુને
પ્રાર્થના કરવા લાગી કે હે પ્રભુ, સમીર મને કઈ પૂછે નહિ . સમીર આખરે એની નજીક પહોંચી ગયો . સમીરે , ધ્વનીને પૂછ્યું “ હમેંશ ખીલખીલાતો ચહેરો, કેમ આજે અચાનક મુરઝાયેલો લાગે છે . કઈ
વાતથી હૃદયને પીડા થઇ એ જણાવીશ . મને પણ ખબર છે કે હવે કઈ જ બદલી નથી થવાનું . પણ
કહી ને મન હળવું તો કરી જ શકે છે ને . “ ધ્વનિએ હળવાશથી મુસ્કરાઈને કહ્યું “ જિંદગી માં એવું કઈ જ ન કરવું જેનાથી બીજાને દુખ પહોચાડીને
પોતાને ફાયદો થાય . એના કરતા પોતાનું નુકશાન સારું. અને બહુ બધી વાત દટાઈ જવા જન્મી હોય છે .. તો હવે એને
ખોતરીને શું કરવાનું ? “ એટલું કહીને એ શીતલ
સાથે ચાલવા લાગી . પણ મનમાં ને મનમાં
વિચારવા લાગી કે સમીર ની નજર બહુ તેજ છે કે એ મારા મુખના હાવભાવ ઓળખી ગયો . પણ હવે
આ વાતને અહિયા ભૂલવી જ સારી .
ધ્વનિ પોતાની સખી વર્ષા પાસે ગઈ ને એને સમીર સાથેના
પ્રેમસબંધ માટે અભિનંદન આપ્યા. ને બધા ખુશી ખુશી પોતાના ઘર તરફ રવાના થયા. ધ્વનિના
મનમાં હજી પણ તુફાન ચાલતું હતું પણ તેણે ભૂલવાની પૂરી કોશિશ કરી . ઘરના ઓ ને પણ
આજે ધ્વનિમાં કઈક ફરક લાગ્યો પણ કોઈ કઈ બોલ્યું નહિ . નવનીતભાઈ એ બહુ વાર કહ્યું
કે ચાલ પૂછીએ પણ સવિતાબહેને અટકાવી દીધા કે “હવે દીકરી મોટી થઇ ગઈ છે . કહેવા જેવું હશે તો પોતે કહેશે ,
વધારે પૂછવું આજ ની યુવા પેઢી ને ન ગમે. “માંડ નવનીતભાઈ માન્યા. સવારનાં ધ્વનિ રોજ ની જેમ નોર્મલ હતી
. કારણ એણે વિચાર્યું કે એક તરફી પ્રેમ માં ફરિયાદ કરવી તો કોને ? પોતે જ પોતાને
સંભાળવું પડે. ને ધ્વનિએ પોતે પોતાને સંભાળી લીધું .
પરીક્ષા નજીક આવતી
હોવાથી બધા જ, બીજા બધા વિચારો એક બાજુ મુકીને તૈયારી માં લાગી ગયા . બધાનું આ વર્ષ છેલ્લું હતું .
ક્યારેક બધા સાથે બેસીને તો ક્યારેક બધા પોતપોતાના ઘરે ભણી લેતા. ધ્વનિ ને વધારે એકલું ભણવું ગમતું . બીજા પંદર દિવસ નીકળી ગયા . પરીક્ષાનો સમય પણ આવી ગયો
. બધા પાછાં કોલેજમાં ભેગા થયા . બધાએ પોત પોતાની તૈયારી વિષે વાત કરી . અને
પરીક્ષાનો બેલ વાગતા જ બધા હોલ માં ગયા. પેપર હાથમાં નહોતું આવ્યું ત્યાં સુધી
બધાને થોડો ડર લાગતો હતો પણ પેપર હાથમાં આવતા બધાએ હળવાશ અનુભવી કારણ પેપર બહુ જ
સહેલું હતું . ૩ કલાક માં પેપર પતાવીને ભેગા થયા. બધાના મુખ પર આનંદ હતો . હવે
બધાને ઘરે જવાની જલ્દી હતી કારણ બીજા દિવસે બીજું પેપર હતું . એક પછી એક દિવસ
વીતવા લાગ્યા ને પેપર પતવા લાગ્યા . આખરે છેલ્લા પેપર વખતે બધાને એમ થયું જાણે હવે
આગળની મંઝીલ તરફ એક પગલું વધ્યા હોય.
પરીક્ષા પતતા જ નવનીતભાઈ, સવિતા બહેન ને ધ્વનિ કુલુ મનાલી
ફરવા નીકળી ગયા . દસ દિવસનો પ્રોગ્રામ
હતો, આમે ધ્વનીને કુદરતી વાતાવરણ સાથે બહુ જ પ્રેમ હતો . તે ત્યાના વાતાવરણ માં
ખોવાઈ ગઈ. ઘરે આવ્યા પછી હવે એની પાસે કઈ જ કરવાનું ન હતું કારણ રિજલ્ટ ને હજી એક
મહિનાની વાર હતી . એટલે તે પોતાના પપ્પાની ઓફીસ માં જવા લાગી . ધ્વનિની કલ્પનાઓને
જાણે પાંખો મળી ગઈ . ધીરે ધીરે ઓફીસના વાતાવરણથી પરિચિત થવા લાગી . રેહાના વિષે
પપ્પા પાસે થી બહુ સાંભળ્યું હતું., તેની સાથે દોસ્તી થઇ ગઈ ને તેની પાસેથી તે
ઓફિસની વાતો શીખવા લાગી . મહિનો ક્યા વીતી ગયો ખબર જ ના પડી. અને એક સવાર એવી પડી
કે જે દિવસે રિજલ્ટ આવવાનું હતું આજે તો તે પોતે જ કાર લઈને કોલેજ ગઈ . ત્યાં
પહોચતા જ તેણે પોતાના ત્રણે મિત્રોને હસતા હસતા બહાર આવતા જોયા.. તેમના હસતા ચહેરા
જોઇને ધ્વનિના મનને શાતા વળી કે ચાલો આ ત્રણે ને તો સફળતા મળી ગઈ છે . હવે એને
પોતાના રિજલ્ટ ને જોવાની તાલાવેલી લાગી હતી . ધ્વનિ કાર પાર્ક કરીને પોતાના મિત્રો
પાસે પહોંચી ને બધાને એમાંના રિજલ્ટ વિષે પૂછ્યું . તો શીતલ અને વર્ષા એ ફર્સ્ટક્લાસ કહ્યું અને સમીરે ફર્સ્ટક્લાસ વિથ ડીસ્ટીક્શન કહ્યું . ધ્વનિ એ
બધાને ખૂબ અભિનંદન આપ્યા . ધ્વનિએ પૂછ્યું “મારું રિજલ્ટ
જોયું કે નહિ ?” તો જવાબ આપવાને બદલે બધા અચાનક ચુપ થઇ ગયા . અને એમનાં આવા પ્રતિભાવ થી ધ્વનિને ફાળ પડી કે શું થયું હશે. બધાને મનોમન હસવું આવતું
હતું પણ ધ્વનિ ને હેરાન કરવાનો મૂડ બધાને બનાવી લીધો હતો. .
એ
દોડીને ક્લાસ માં પોતાનું રિજલ્ટ લેવા ગઈ ત્યાં રસ્તામાં એના જ ક્લાસમાં ભણતી સીમા
મળી ને કહ્યું “ ધ્વનિ અભિનંદન તે તો ફર્સ્ટક્લાસ ફર્સ્ટ વિથ ડીસ્ટીક્શન , ને આખી કોલેજમાં
સૌથી વધારે ગુણાંક મેળવ્યા છે.. તેણે સીમાનો આભાર માન્યો . ને પાછળ વળીને ગુસ્સેથી પોતાના મિત્રો તરફ જોયું કે જે જોર જોર
થી હસતા હતા . એમની હસવાની રીત જોઇને ધ્વનિ ને પણ હસવું આવી ગયું . ને એ ક્લાસમાં
પોતાનું રિજલ્ટ લેવા ચાલી ગઈ . બહાર આવી ને મિત્રો એ પાર્ટી પાર્ટી ની બુમો ચાલુ
કરી દીધી . મોબાઈલ થી પપ્પાને મમ્મી આ ગુડ ન્યૂસ આપ્યા પણ વચમાં જ શીતલે ફોન લઈને
કહ્યું “અંકલ અમને આજે ગ્રાંડ પાર્ટી જોઈએ . “ નવનીતભાઈ એ હસતા
હસતા કહ્યું “ હા બેટા બધા રાત્રે ૮ વાગે તાજ માં
પહોંચી જાજો . તમે બધા આવી જજો .. આપને ધ્વનિની સફળતા ને ધૂમધામથી ઉજવીશું .આજનો
દિવસ વહેલું નહિ જમીએ. એક દિવસ માટે દાદાની માફી માંગી લઈશું “ બધા રાજી થઇ ગયા.
હોટેલ તાજ એટલે મુંબઈનું હૃદય . ગેટ
વે ઓફ ઇન્ડીયા ની સામે બે તાજ , એક નવી તાજ ઇન અને એક જૂની તાજ . જુના સમયમાં
રચેલી સુંદર તાજ . ! જૂની તાજ માં ૫૬૦ રૂમ છે જેમાં ૪૪ તો આલીશાન મહારાજા જેવા
સ્યુટ છે . તેમાં એક રાજાના મહેલમાં હોય એવી બધી જ સગવડ છે ..ને બારીઓનાં ઝરુખેથી
સામે જ સુંદર ઘૂઘવતો સાગર દેખાય છે . ત્યાનું ફૂડ પણ એટલું જ સરસ હોય છે... તાજ નો
સ્ટાફ પણ એટલો જ વિનમ્ર અને આદરસત્કાર આપવા વાળો . એટલે જ તો ત્યાની લોકપ્રિયતા
ક્યારેય ઓછી ન થઇ ઉતરોતર વધતી જ ગઈ . તાજ
માં જવું એ એક મિડલ ક્લાસના વ્યક્તિ માટે એક સ્વપ્ન જ હોય છે . કે જે આજે ધ્વનિના
ત્રણે મિત્રો નું સ્વપ્ન પૂરું થવાનું હતું.
સાંજે જ્યારે તેઓ હોટેલ માં પહોચ્યા . ધ્વનિના
મિત્રો તો બસ ત્યાની કલાકૃતિ જોવામાં જ મગ્ન થઇ ગયા . એમને એવું લાગતું જ ન હતું
કે તેઓ મુંબઈ માં હતા.. કારણ આવું મુંબઈ તો એમણે પહેલી જ વાર જોયું હતું . સૂપ, સ્ટાર્ટર થી કરીને ડેસર્ટ સુધી બધુ લીધુ. જમવામા બધુ જૈન હતુ . બધાએ અંકલ આંટી નો ખૂબ ખૂબ આભાર માન્યો.
પછી નવનીતભાઈની રજા લઈને બધા લોંગ ડ્રાઈવ માટે નીકળી ગયા .તેમણે જલ્દી પાછુ
આવવાનું વાયદો લઈને બધાને જાવા દીધા .
ઘરે આવતા આવતા ધ્વનિ ને ૧૧ વાગ્યા. બધા જ
તેની રાહ જોઇને બેઠા હતા. કારણ પહેલી વાર આજે ધ્વનિ આટલી મોડે સુધી બહાર હતી . બધા
સાથે પંદર મિનીટ બેઠા પછી બધા પોત પોતાની રૂમમાં સુવા ગયા.
ને ધ્વનિ પોતાની રૂમ માં જઈને ફ્રેશ થઇ ને સુતા સુતા વિચારવા લાગી “ હવે શું ? “ કોલેજ ની સફર
પૂરી થઇ હવે આગળ શું ભણવાનું ? એને શીતલની વાત યાદ આવી કે “ બસ હવે મારે નથી
ભણવું . થોડા દિવસ જલસા કરીશ ને પછી પરણી જઈશ. એને શીતલની વાત યાદ આવીને હસવું આવી
ગયું . પોતાને તો હજી ભણવું હતું . કાલે પપ્પા સાથે આ બાબતે વાત કરીશ એમ વિચારીને
કોલેજ નાં દિવસો યાદ કરતા કરતા ક્યારે નીંદર આવી ગઈ એ એને ખબર જ ના પડી .
સવારે પોતે જ નીંદર ઉડી , એ બહાર આવી ત્યાં તો
મમ્મી ને પપ્પાને કહેતા સાંભળ્યા કે “હવે સારું ઘર મળે તો દીકરીને વિદાય આપશું
. બહુ લોકો પૂછતા રહેતા હોય છે. “
ત્યાં બંને નું ધ્યાન ધ્વનિ તરફ ગયું . ને ધ્વનિ મોઢું ફેરવીને પાછી રૂમમાં
ચાલી ગઈ.. ને નવનીતભાઈ ને સવિતા બહેન બંને ને ફાળ પડી એ તરત એની રૂમમાં દોડ્યા.
No comments:
Post a Comment