નવનીતભાઈ એ પોતાના
ટેબલ નાં ખાનામાંથી એક સરસ મજાની મોંઘી પેન અને એક નાનું મીઠાઈ નું પેકેટ રેહાનાને
આપ્યું ને કહ્યું “ રેહાના આજે તને એક ટાઈપીસ્ટમાંથી મારી સેક્રેટરી બનવાને ચાર વર્ષ થયા . ને
રેહાનાની આંખમાંથી અશ્રુ સારી પડ્યા . તેણે ઉભી થઈને પોતાના સર ને પગે લાગ્યું ને
કહ્યું “ સર , કારખાનામાં કામ કરવાવાળા ની કદર કરતા તો કોઈ આપ પાસે શીખે .”
નવનીતભાઈએ કહ્યું” રેહાના,હું પણ બીજા કોઈક પાસેથી જ શીખ્યો છું. ને
એ વાત મેં હંમેશ યાદ રાખી એટલે જ હું આટલો આગળ વધી શક્યો છુ. ને તું તારી મહેનતથી
આગળ વધી છે . “
રેહાના સ્મિત સાથે સર નો આભાર માનીને વસ્તુઓ લઈને ઓફીસમાંથી બહાર આવી . નવનીતભાઈ એના
ગયા પછી એના વિષે વિચારવા લાગ્યા . મિસ . રેહાના જ્યારે ટાઈપીસ્ટ ની નોકરી માટે
આવી હતી ત્યારે કેટલી ડરેલી, ગભરાયેલી હતી . તે ખૂબ જ સુંદર ,દેખાવડી હતી ને કામ
કરવાની એનામાં ખૂબ ધગશ હતી , અગ્રેજી ભાષા પર સારો કાબૂ, તેની પોતાની મહેનત ,સુઝબુઝ
ને લગન ને લીધે તેને નવનીતભાઈ એ પોતાની
સેક્રેટરી બનાવી લીધી , તે જાતના પારસી હતા
. તેથી તેમની ભાષા પણ મીઠી હતી . નવનીતભાઈ તેને દીકરીની જેમ જ ગણતા. ઓફિસમાં પણ
તેનું ખૂબ માન હતું .
આમ,
પણ નવનીતભાઈનો સ્વભાવ ખૂબજ સારો હોવાથી સ્ટાફના દરેકની સમસ્યાઓને પોતાની ગણી બનતી
મદદ કરતાં તેથી સ્ટાફમાં પણ તેઓ એક આદર્શ બોસ હતા. .
થોડીવાર પછી તેમણે પોતાને આવેલા ઈ-મેઈલ ચેક કર્યા . કામનાં ને મહત્વના મેઈલનાં જવાબ ખુદ
આપતા . બાકીના ને રેહાના ને ડાયવર્ટ કરી દેતા તે જવાબ આપતી . આશિષ , તેમની કંપની
નાં બધાજ એકાઉન્ટ એ ધ્યાનથી સંભાળતો . એ પણ ખૂબ જ વિશ્વાસુ . બધા સાથે મળી ચર્ચા
વિચારણા કરતાં ને નવા પ્રોજેક્ટ હાથ ધરતા .
બપોરે મનુકાકાએ બનાવેલ ગરમા ગરમ રસોઈ લઈને ડ્રાઈવર
ટીફીન લઈને આવતો . તેઓ ૧.૩૦ વાગે જમીને થોડી વાર પોતાની આરામખુરશી માં આરામ કરતાં
. થોડીવાર આરામ કરીને ફ્રેશ થઈને તેઓ કામ પતાવીને રેહાના ને જરૂરી સૂચના આપીને ૪.૩૦
વાગે ઘરે જવા નીકળી જતા. તેમના ગયા પછી પણ સ્ટાફ પૂરેપૂરો ઈમાનદારી થી પોતાનું કામ
કરતો, કોઈ કામ ચોરી ન કરતુ .
રોજ સવારે જ્યારે ધ્વનિની કોલેજ પાસે
ધ્વનિની કાર ઉભી રહેતી ત્યારે આજુબાજુ ઉભેલા બધાની આંખોમાં એક ચમક આવી જતી . કેમકે
તેમાંથી એક સાદગીની સૌંદર્યવાન મૂરત ઉતરતી હતી . તેની સાદગી માં પણ એક આગવું
સ્વરૂપ હતું . જે એને જોવે એને જોતા જ રહી જાય . પપ્પાને આવજો કહીને તે ધીરે ધીરે
બધા ઓળખીતા ફ્રેન્ડસ ને હાય હલો ને ગુડમોર્નિંગ કહીને આગળ વધતી તો બધા પોતાની નજર બે ઘડી માટે
ધ્વનિ પરથી હટાવી ન શકતા . કોલેજના કેટલાયે નવજુવાન છોકરાઓ તેની સાથે દોસ્તી કરવા
તરસતા . પણ ધ્વનિએ કોઈ સાથે નિકટતા વધારી નહોતી . તેના ગ્રુપમાં તેઓ ફક્ત ૪ ફ્રેન્ડસ
હતા, તે, વર્ષા, સમીર ને શીતલ . બધા જૈન હતા . ત્રણ છોકરીઓ વચ્ચે સમીર એક જ છોકરો
હતો . સમીરના નસીબ પર કોલેજમાં ઘણા લોકોને
ઈર્ષા હતી . બધા મનોમન વિચારતા કે સમીર શાહ કેટલો નસીબદાર છે કે તે ધ્વનીનો
ફ્રેન્ડ છે .
કોલેજમાં આવતા જ ધ્વનિની આંખો એની સખી વર્ષાને
ગોતતી . જેવી તે દેખાય એટલે એને ભેટી ને તે એને ગુડમોર્નિંગ કહેતી . ત્યારે તેની
આંખોમાં એક અલગ ચમક આવી જતી . પછી તમેની સાથે શીતલ પણ જોડાતી . બધા સાથે જ કોલેજના દાદરા ચડીને ક્લાસમાં જતા . ત્યાં સમીર તો
પહેલેથી જ હાજર હોય . કોલેજનાં લેકચર ભરીને બ્રેક માં કોલેજ ની કેન્ટીનમાં સાથે
બેસીને નાસ્તો કરતાં . ને કોલેજ પૂરી કરીને કે પછી ફ્રી લેક્ચરમાં એમની વાતો ખૂટતી
જ નહોતી . એક્ઝ્મ નજીક હોય તો આ જ બધા લાઈબ્રેરીમાં બેસીને કામની પુસ્તકમાંથી
જરૂરી નોટ્સ લખી લેતા . કોલેજનો સમય પૂરો થાય એટલે ડ્રાઈવર ગાડી લઈને આવી જતો
ત્યારે બધા ફ્રેન્ડસ ને એમના ઘરે મુકીને તે ઘરે જતી .
તેના કોલેજ માં ગયા
પછી જે ઘર એકદમ શાંત બની જતું એ એના આવવાથી ઘરમાં પાછી રોનક આવી જતી. બધા તેની રાહ
જોઇને જ બેઠા હોય . મનુંકાકા ગરમાગરમ કોફી ને નાસ્તો તૈયાર જ રાખ્યો હોય . આવીને
તે ફ્રેશ થઈને તરત નાસ્તો કરતી . ત્યારે એને મમ્મી સામે જ જોઈતી ..નાસ્તો પતાવીને
માં દીકરી બંન્ને પ્રતિક્રમણ કરવા બેસતા .
પછી નવનીતભાઈ પોતાના
બહારના કામ પતાવીને ઘરે આવતા . થોડું ફ્રેશ થઈને મનુકાકાની બનાવેલ કોફી લઈને બધા ગાર્ડન માં બેસતા ને આખા દિવસની
વાતો ની આપ લે કરતા . પછી ધ્વનિ,મમ્મી પપ્પાને થોડી વાર એકલા મુકીને દરિયા કિનારે
બેસવા જતી .. ને દરિયાની લહેરો સાથે પોતાની મનની વાતો કરતી . તેને એકાંત બહુ પ્રિય
હતું.. પોતાનું પણ ને બીજાને આપવું પણ .
નવનીતભાઈ વિચારતા હતા કે આનાથી વધારે એક માનવી
ને શું જોઈએ ? કદાચ એમની પાસે બધું જ છે. પણ પાછો તેમનાં મનમાં આવેલ થોડો પણ અભિમાન તે ખંખેરી નાંખતા . ને સાચી જ વાત હતી
ને એમને પણ ક્યા ખબર હતી કે ભવિષ્યના ગર્ભમાં શું સમાયેલું હતું ?
No comments:
Post a Comment