Wednesday, August 21, 2013

અંત :પ્રતિતિ ભાગ ૨

રસોડમાં આવી જોયુંતો ત્યાં શાકભાજી ,અનાજ ,ઘી તેલ બધુ થોડા          દિવસ ચાલે તેટલું મૂકેલું હતું. અનાજને ડબ્બામાં ને શાકભાજીને ફ્રિજમાં મૂક્યું 
પછી ગેસનાં ચૂલા પાસે કંકુનો સાથિયો કરી , દીવો પ્રગટાવી અગ્નિદેવતાને મનોમન પ્રાર્થના કરી ! મા અન્નપૂર્ણાનું ધ્યાન ધર્યુંને..ગેસ પ્રગટાવ્યો. 
આજે ગ્રુહપ્રવેશ કર્યો હતો તેથી શુકનનો થોડો શીરો શેક્યો , પૂરી , શાક બનાવ્યા. 
  થોડા સમય પછી પતિ-પત્ની સાથે જમવા બેઠા. બન્ને આજે ખૂબ ખુશ હતા આજે જિંદગીની શરુઆત સાચી રીતે થઈ હતી , આટલા દિવસથી તો મિત્રને ત્યાં હતા તો મિત્રની શરમને કારણે બન્ને વાતો પણ કરી શક્તા નહોતા. અહિં તો એવું કશું હતું નહિ. . વાતો કરતા કરતા તેઓ જમ્યા. પછી સવિતાબહેન  ઘરનું કામ પતાવી ગરમ દૂધ  લઈને રુમ માં ગયા . એક બાજુ હ્રદયની ધડકન તેજ હતી ને બીજી બાજુ પતિની બાહોમાં સમાઇ જવા માટે મન ઉતાવળુ હતુ.. નવનીતભાઈ પણ તેમની રાહ જ જોતા હતા
તરત તેમણે પોતાની  પાસે બેસાડીને હાથમાં હાથ લઈને કહ્યુ " સવિતા આજે તો માલીક ની મહેરબાનીનાં ઘરમાં લઈને આવ્યો છુ પણ વચન આપુ છુ 
કે મુંબઇ માં બરોબર પોતાનું સ્થાન જમાવીશ ને તને બધી સુખ સાહ્યબી આપીશ, " ને સવિતા બહેન પોતાનાં પતિની બાહોમાં ખોવાઈ ગયા. આજની રાત એમની સાચી મધુરજની હતી.
 બીજે દિવસે સવારે સવિતા બહેન ઘરનાં કામમાં પરોવાયા ને નવનીતભાઈ તૈયાર થઈને ઓફીસ જવા નિકળ્યાં.  ઓફિસે પહોચ્યાં પછી પહેલું કામ એમણે શેઠનો આભાર માનવાનું કર્યું .. શેઠની ઓફિસમાં જઈને તેમણે જેવો શેઠનો આભાર માન્યો શેઠે કહ્યું " ભાઇ મે કાંઇ ઉપકાર નથી કર્યો, તમે આટલુ સરસ મારૂ કામ સંભાળો છો તો મારી પણ  ફરજ છે કે મારે તમને સાચવવા જોઇયે.. બધુ 
અરસ પરસ છે" શેઠની નિખાલસતા નવનીતભાઈને  સ્પર્શી ગઈ કે કેટલી સચોટ વાત કરી હતી શેઠે.. પણ તેમણે વિચાર્યુ કે આવા શેઠ પણ ક્યાં મળે કે જે કામની કદર કરી જાણે. તેમણે ત્યારે જ નક્કી કર્યું કે હું પણ શેઠ જેવોં જ થઈશ ને લોકોનાં કામની કદર કરીશ . ધીમે ધીમે દિવસ રાત તેઓ ખુબ મહેનત કરવા લાગ્યા . કિસ્મતે પણ તેમને સાથ આપ્યો . બેંકમાંથી લોન લઈને, નોકરી સાથે કાપડનો  એક નાનો ધંધો શરુ કર્યો . જથ્થાબંધ કાપડના માર્કેટમાંથી કાપડ લાવીને પોતાની દુકાનમાં નફા સાથે વેચતા.  પોતાનાં શેઠનાં કામની ઉઘરાણી માટે તેઓ બહુ વખત કાપડ બજારમાં પણ ગયા હતા. ધીમે ધીમે તેમણે કાપડની લાઈનમાં રસ લેવા માંડ્યો. ત્યારે એમને ખબર પડી કે આમાં નફો મોટો રળી શકાય.  પોતાનાં શેઠની પરવાનગી અને સલાહ લઈને એમણે  આ ધંધાના પાયા નાંખ્યાં , ધીમે ધીમે ધંધો જામવા લાગ્યો. કાપડ બજારમાં નવનીતભાઈનું નામ થવા લાગ્યું.  લોકો એંમને કાપડનાં  વેપારી તરીકે ઓળખવા લાગ્યાં .  તેઓ નોકરી અને ધંધા બંને ઠેકાણે પહોચી નહોતા શકતા પણ શેઠનાં  ઉપકારની સામે તેઓ બોલી નહોતા શકતા. પણ ફૂલ ની મહેંક ક્યાં  છાની રહી શકે.  ઉડતા ઉડતા આખરે આ વાત નવનીતભાઈ ના શેઠ સુધી પહોચી . એક દિવસ શેઠે એમને 
પોતાની કેબીનમાં બોલાવ્યાં ને કહ્યુ "હવે તો તમે નવનીતશેઠ બની ગયા" નવનીતભાઈને ખબર નહોતી પડતી કે શેઠ વખાણ કરે છે કે દાઢમાં બોલે છે 

 તેઓ ચૂપચાપ  ઉભા હતા.. ત્યાં ઓફિસમાં એક ભાઈ આવ્યાં ,શેઠે નવનીતભાઈ ને કહ્યું કે " આ ભાઈ ને તમારે બીજા નવનીતભાઈ બનાવાનાં છે કે જેનાથી મારા ધંધા માં તમારા જવાથી ખોટ ન પડે. " નવનીતભાઈ ની આંખમાં અશ્રુ આવી ગયા કે કેટલા સમજદાર શેઠ મળ્યાં  હતા. તેઓ શેઠનાં પગમાં નમી પડ્યા ને કહ્યું " તમને જ્યારે મારી જરૂરત પડશે આ તમારો ચાકર હંમેશ તમારી માટે હાજર હશે શેઠ " હવે શેઠની આંખોમાં પણ ભીની થઇ તેમણે ઉભા થઈને નાવાનીતભાઈને ગળે લગાડ્યા ને કહ્યું " નવનીતભાઈ હું મારા ધંધા માટે તમારી  પ્રગતિ અટકાવું એવો સ્વાર્થી તો નથી.બસ તમે બહુ આગળ વધો એ જ મારી શુભેચ્છા છે.." 
ઓફિસમાંથી બહાર નીકળીને તેમણે વિચાર્યું કે પહેલું કામ આ ખુશખબરી સવિતાને આપું. 

No comments:

Post a Comment