ઘરે ફોન કર્યો ત્યારે તેમને ક્યાં ખબર હતી કે એક ખુશીનાં
સમાચાર એમની રાહ જોઇને જ બેઠું હતું . ફોન કર્યો એટલે સવિતાબહેને કહ્યું “ હું તમારા જ ફોનની રાહ જોતી હતી ..” સવિતાબહેનની આ વાત સાંભળી નવનીતભાઈને અચરજ થયું કે સવિતા
ને શું કામ હશે મારું ? નવનીતભાઈ એ પૂછ્યું
“શું થયું ? “ સવિતા બહેને કહ્યું “ આપના ઘરે એક મહેમાન આવવાનું છે. “ નવનીતભાઈ એ કહ્યું “ કોણ , બાપુજી ? કે પછી તારા પીયરનું કોઈ ? કોણ આવવાનું છે કહેને જલ્દી ? “ સવિતા બહેન હસવા લાગ્યા તો નવનીતભાઈ ને અચરજ થયું કે મેં
એવું શું કહ્યું કે સવિતાને હસવું આવ્યું .. ત્યારે સવિતા બહેને કહ્યું “નાં મારા પિયરે થી નાં મારા સાસરે થી , આ તો પ્રભુની કૃપા
આપણા પર થઇ છે ને આપણા ઘરે હવે પારણું બંધાવાનું છે.” ને નવનીતભાઈ ને એમ થયું કે એ ત્યાં જ દુનિયાની
શરમ છોડીને નાચવા લાગે.. આજે એક સાથે બે
સારા સમાચાર મળ્યા હતા. એમણે સવિતા બહેન ને કહ્યું “ હું કલાક માં ઘરે પહોચું છુ.. આજે કોઈ કામ નથી કરવા . બસ
હું તું અને આપણું બાળક .. સાથે રહેશું. “ તો સવિતા બહેને હસીને કહ્યું “ ગાંડા નાં થાવ , એ હવે અહિયાં જ રહેશે ૯ મહિના, આપણી સાથે
..” પણ માને એ નવનીતરાય
થોડી .. એ તો કલાક માં ઘરે પહોચી ગયા ને
બસ સવિતાબહેનને ગળે લગાડી ને એમનો ખૂબ આભાર માન્યો ને કહ્યું કે હવે મને પણ પપ્પા
કહેવાવાળું કોઈક આવશે..આ સમાચાર એમણે પત્ર લખીને પોતાના ગામ પોતાના બા બાપુજી ને
પણ જણાવ્યાં. પોતાની બાને મુંબઈ રહેવા પણ બોલાવ્યાં જેથી સવિતાને પહેલા સંતાન વખતે
સાચ્ચી સલાહ પણ મળી રહે..
જોતા જોતામાં નવ
મહિના નીકળી ગયા ને એક દિવસ સવિતા બહેને સુંદર પુત્રીરત્નને જન્મ આપ્યો ..પુત્રી
કેવી ..!! ખૂબ જ સુંદર , જાણે બીજી સવિતા જ જોઈ લ્યો. નવનીતભાઈ ની ખુશીનો પાર
નહોતો , આવી સુંદર પુત્રીરત્ન પામીને તેઓ
પોતાને ધન્ય સમજતા હતા. ઘરમાં બધા રાજી હતા . નવનીતભાઈ ના બા પણ પહેલે ખોળે
લક્ષ્મીજી નાં આવવાથી રાજી થયા હતા.
દવાખાનામાંથી રજા લઇ પુત્રી સાથે સવિતા એ પાછો એક વાર ગૃહ
પ્રવેશ કર્યો. પહેલીવાર સવિતા પત્ની બનીને આવી હતી અને હવે માતા બનીને .. આજે ઘરમાં
બધાને એમ લાગતું હતું જાણે ચારે બાજુ દીકરી નાં જન્મથી શહનાઈ વાગતી હોય.
બીજે દિવસે સવારે
સૌ પ્રથમાં તેઓ પેંડા લઈને પોતાના શેઠ ને મળવા ગયાં. ને પેંડાનું પેકેટ આપીને
ખુશખબર આપ્યા . શેઠ બહુ રાજી થયા .
નવનીતભાઈ એ પોતાની પુત્રીનું નામ ધ્વનિ રાખ્યું . કારણ તેમનાં
જીવનમાં તે ખુશીઓનો રણકાર લઈને આવી હતી ને તેમનું જીવન નવપલ્લવિત કરી દીધું હતું .
કાળા કેશ, સુંદર ગોળ ચહેરો ગોરો વાન ને મીન જેવી આંખો. જાણે કે ધરતી પર કોઈ પરી ઉતરી
આવી હતી .
પુત્રી સાથે જાણે
સમય જલ્દી જલ્દી પસાર થતો હતો. નવનીતભાઈનો ધંધો પણ ઝડપથી વિસ્તરતો હતો. તેમણે એક
બીજી મોટી દુકાન પણ ખરીદી લીધી હતી . ત્યાં પણ માણસો રાખીને ધંધો ચલાવતા હતા.
ધ્વનિનાં જન્મ પછી તો જાણે તેમની કિસ્મતનો સિતારો જ ચમકી ઉઠયો હતો. બે દુકાનોમાંથી
અઢળક કમાણી થતા તેમણે ફેકટરી નાખવાનું વિચાર્યું. તે માટે મશીનરી , જગ્યા, રો મટીરીયલ્સ
આ બધાની સગવડ માટે બેંકમાંથી લોન લીધી ને એક શુભ દિવસે કારખાનાનું ખાત મુહુર્ત પણ
રાખ્યું. તે માટેનું સૌ પ્રથમ નિમંત્રણ તેમણે પોતાના શેઠને આપ્યું કારણ નવનીતભાઈ તેમને જ
આરાધ્ય દેવ ને આદર્શ માનતા હતા .
પોતાની પુત્રી ને અને પોતાની માતાનાં હાથે તેમણે ખાતમુહુર્ત
કરાવ્યું . આવેલા બધા એમના સંસ્કાર જોઇને ખુબ જ રાજી થયાં .
લગભગ બે વર્ષ લાગ્યા ફેકટરી બનતા. એક ખુબ મોટી કાપડની
ફેક્ટરી શરુ થઇ . રો મટીરીયલ્સ પણ આવી ગયા , ઓફીસ પણ બની ગઈ , તેમણે એ ફેક્ટરીનું
નામ પોતાની લાડલી દીકરી નાં નામથી “ધ્વનિ ટેક્ષટાઇલ્સ
એન્ટર પ્રાઈઝીસ કંપની લી. “રાખ્યું .
ઉદઘાટન તેમણે
પોતાના શેઠનાં હાથે કરાવ્યું . જૈન સમાજનાં અગ્રણીઓને નિમંત્રણ અપાણા હતા . આજનો જ
એ દિવસ હતો જ્યારે એમનું સપનું સાકાર થઇ રહ્યું હતું . દાદી અને પોત્રીનાં હાથે
મશીનો ની સ્વીચ ચાલુ કરવામાં આવી .
ફેક્ટરી નું કામ
શરુ થઇ ગયું , હવે નવનીતભાઈ ખૂબ જ વ્યસ્ત રહેવા લાગ્યા . માણસો બધું જ સરખી રીતે
સંભાળતા પણ નવનીતભાઈ ને કામ ની ચોક્કસાઈ ખૂબ જ હતી ને એટલે જ તેમનું નામ ચારેબાજૂ
ફેલાવા લાગ્યું હતું.
આ બાજુ સવિતાબહેન
ધર્મમાં ઓતપ્રોત થવા લાગ્યા ને સાથે ધ્વનિને પણ લઇ જવા લાગ્યા એટલે ધ્વનિમાં
ધર્મનાં સંસ્કાર નાનપણથી જ ઉતરવા લાગ્યા. સમય વીતતો જતો હતો , સવિતાબહેનને બીજું
સંતાન ના થયું પણ પતિ પત્ની ફક્ત ધ્વનિથી પણ રાજી હતા એમને ક્યારેય બીજુ સંતાન ન
થવાનો અફસોસ નહોતો થયો..
ધ્વનિનું આજે દસમાં ધોરણનું રિજલ્ટ આવવાનું હતું. પણ ધ્વનિ
શાળામાં જવા રાજી નહોતી કારણ દર વખતે તેના પપ્પા તેની સાથે જતા હતા.. સવિતાબહેને
બહુ મનાવી પણ તે ન જ માની .. નવનીતભાઈ ને ફોન પર ફોન કરીને આખરે ઘરે બોલાવ્યાં ને
બધા શાળા એ જવા નીકળ્યા.
બધાનાં મનમાં એક જ
વાત હતી કે રિજલ્ટ શું આવશે ???
No comments:
Post a Comment