આ જમાનામાં પણ તેઓ નવકારશી પાળતા હતા . તેથી
સંધ્યા થાય તે પહેલા તેમના ઘરે બધા જામી લેતા . સંધ્યાકાળ વીતી જાય પછી કોઈ જમતું
નહતું . ઘણી વખત નવનીતરાય વિચારતા કે આ જમાનામાં મારી દીકરી લાયક કોઈ મુરતિયો ના
મળ્યો તો ! કેમકે આજના જમાનામાં તો પાર્ટીમાં જવું , પિકચર જોવા દોસ્તો સાથે ફરવા જવું એ બધું સામાન્ય વાત હતી. કે જે
ધ્વનિને ગમતી ન હતી ...કોલેજનાં પહેલાજ વર્ષમાં ધ્વનિએ અઠ્ઠાઈની તપસ્યા કરી હતી .
પહેલા તો નવનીતરાયે નાં પાડી પણ પોતાની
પુત્રીની અતુટ ઈચ્છા જોઈ રજા આપી . તો તે દિવસે અપાસરામાં જઈને મહારાજ સાહેબ પાસેથી
અનુમતિ લઈને પહેલી વાર અઠ્ઠાઈ કરવા દીધી . નવનીતરાય એ આઠ દિવસ ફક્ત ધ્વનિને જ જોતા
હતા . કે એની તબિયત પર જ તેમનું ધ્યાન હતું. પણ ધ્વનિ તો જાણે કઈ જ નવું નહોતું કર્યું. એવી રીતે જ રહેતી હતી એ જ કોલેજ માં જવું એજ દેરાસર જવું , નવનીતભાઈ
ને સવિતાબહેન બસ આની માટે દાદાની કૃપા જ ગણતા હતા. ધ્વનિની એ જ તો ખાસિયત હતી કે
જે વિચારે તે એ કરીને જ રહેતી . આ બધું વિચારીને જ એના માટે એના જેવો મુરતિયો ને
એને સમજે તેવું કુંટુંબ મળશે કે નહિ એ જ દિવસ રાત વિચારતા. પણ સવિતાબહેન હંમેશ
કહેતા “ તમે ચિંતા નાં કરો , દાદા ને ફિકર કરવા દ્યો એ એવું જ ઘર ધ્વનિ માટે શોધી
આપશે જ્યાં તમનો વસવાટ હોય . તમે ફિકર ન કરો “ ને સવિતાબહેનની આ વાત નવનીતભાઈ નું મન કબુલ પણ
કરતુ . પણ બહારનું વાતાવરણ જોઇને પાછાં ક્યારેક ડરી જતા.
એક રવિવારે તેમની જ્ઞાતિ નો પ્રોગ્રામ હતો જેમાં
નવનીતભાઈ મુખ્ય અતિથી રૂપે હતા. તે દિવસે
ધ્વનિએ ડ્રેસ ની બદલીમાં આચા આસમાની રંગ ની સાળી પહેરી હતી એ સાળીમાં તે એટલી
સુંદર લાગતી હતી કે જાને આસમાન ધરતી પર ઉતરી આવ્યું હતું. ! પ્રોગ્રામમાં જેનું પણ
ધ્યાન તેની તરફ જતું બધા બે ઘડી એને જોતા જ રહી જતા હતા . એ માટે જ તે કદી પણ જ્ઞાતિનાં પ્રોગ્રામ માં જતી નહિ કારણ લોકો
ખાલી ઘૂરતા જ નહિ એની જ સામે એની મમ્મીને પૂછતા કે તમારી દીકરી કેટલા વર્ષની થઇ ?
ક્યારે લગ્ન લેવા છે ? કેટલું ભણી છે ? કેવો છોકરો જોઈએ છે ? જાણે એક
બજાર લઈને લોકો જાત જાતના છોકરા લઈને બેઠા હોય એવો ભાસ ત્યારે ધ્વનિને થતો કે લ્યો
ભાઈ લ્યો ,જેવો જોઈએ તેવો મળી રહેશે .. ગોતવા લાગો , તમારી પસંદ કહો ..
ને સવિતાબહેન તો મલકાઈ મલકાઈ ને ના પાડતા થાકી
જતા કે “ના હજી તો તે ભણે છે હજી બે વર્ષની વાર છે . :
ને બધા નાનું મોઢું કરીને ત્યાંથી એવા હટતા કે
પાછાં આવતા જ નહિ . એમ લાગતું કે હવે તેઓ બે વર્ષે જ દેખાશે ..
ઘરે આવ્યા પછી ધ્વનિ બહુ ગુસ્સે થતી કે બસ મને આ
જ બધી વાતો ન ગમે એટલે જ હું નાં પાડું કે મારે જ્ઞાતિનાં પ્રોગ્રામમાં નથી આવવું
પણ તમે મારું માનો જ નહિ. સવિતાબહેન તેને શાંત પાડતા કે દીકરી બધાને સારી સુદર વહુ
જોઈતી હોય કે જે તેમનું ઘર સંભાળે જેનાથી તેમનું ઘર સુંદર લાગે ને તું સુંદર છો તો
લોકોનું ધ્યાન તો ખેચાવાનું જ ને.. અમે ક્યા તને પરણાવી દેવાના છીએ .. તને મોકલી
દેવાથી અમારું ઘર પણ તો ખાલી થઇ જશે ને.. ને મમ્મી વધારે લાગણીશીલ બને એ પહેલા જ
કહેતી “ ઓકે ઓકે મમ્મી હું સમજી ગઈ “ ને તે ત્યાંથી ચાલી જતી.
આમ જ સમય પસાર થતો ગયો ને જોતજોતામાં ધ્વનિ
કોલેજના ત્રીજા વર્ષમાં આવી ગઈ . એક વખત ગ્રુપમાં બેઠા બેઠા બધા વાતો કરતા હતા કે ભવિષ્યમાં
કોણ શું બનશે ? ત્યારે શીતલે કહ્યું “ બસ હવે મારે અભ્યાસ નથી કરવો. હું તો થાકી ગઈ ભણી ભણી
ને..એકાદ બે વર્ષ મમ્મી પપ્પાના રાજ માં મજા કરી લઉં ને પછી કોઈ સારો છોકરો જોઇને
પરણી જવાનું . હું તો હજી MBA. FIANCE નું ભણીશ , મારે તો
ખૂબ ભણવું છે. ધ્વનિએ વર્ષા સામે જોયું ને પૂછ્યું “ તું શું ભણીશ આગળ ? વર્ષાનું ધ્યાન તરત જ સમીર
તરફ ગયું . બંને એ એકબીજા સામે મંદમંદ હસ્યા .ધ્વનિને આ ઈશારો સમજાણો ખરી , પણ એ
કઈ બોલે એ પહેલા કોલેજ ના બીજા લેકચરની બેલ વાગી ને બધાએ પરાણે ઉભા થવું પડ્યું ,
પણ ચાલતા ચાલતા ધ્વનિ એ સમીરને પૂછી તો લીધું જ કે સમીર તું શું ભણવાનો છે આગળ ?
તો સમીરે કહ્યું “ મારે એમ બી એ કરવું છે ને કોઈ મોટી કંપની માં સારી જોબ કરવી છે .”
ક્લાસ આવી જતા બધા લેકચર ભરવા ક્લાસ માં ગયા.
હવે ધ્વનિ વિચારવા લાગી કે લાગે છે આ બંને ને એકબીજા સાથે પ્રેમ છે .. પણ મને ખબર
કેમ ન પડી ? ધ્વનિ ની ધડકન થોડી ફાસ્ટ
ચાલવા લાગી કારણ એ પણ છેલ્લા થોડા સમયથી સમીરને પ્રેમ કરવા લાગી હતી એને સમીર ગમવા
લાગ્યો હતો પણ દોસ્તી તૂટી ના જાય એ ડરે એ ચૂપ થઇ જતી હતી . પણ હવે તેને લાગ્યું
કે સારું જ થયું કે તે ના બોલી કારણ આ પ્રેમ
૨ વર્ષ જુનો હતો એ તેને હમણા જ શીતલ પાસેથી
જાણવા મળ્યું હતું..
ધ્વનિએ ખુશ થવાની પૂરી કોશિશ કરી પણ એના ચહેરાની
રેખાઓ સમીરે વાચી જ લીધી ને એ ધીરે થી એની પાસે આવ્યો . એના નજીક આવવાથી ધ્વનિ નું
હૃદય ખૂબ જોર થી ધડકવા લાગ્યું એ ડરી ગઈ કે સમીર શું કહેશે ?
No comments:
Post a Comment