શાળા એ પહોચ્ચ્યાં
ત્યારે બધાની હૃદયની ધડકન તેજ હતી કે શું થાશે ? પણ જેવા ધ્વનિ એના માતા પિતા સાથે
એના ક્લાસ રૂમ માં પ્રવેશી , બધા વિદ્યાર્થી મિત્રો ઉભા થઇ ગયા ને તાળીઓથી ધ્વનિને
વધાવી લીધી . કોઈ કઈ સમજે એ પહેલા જ શિક્ષિકા બહેને ઉભા થઈને કહ્યું “ ધ્વનિ તું આખા મુંબઈ માં ૧૦ માં ધોરણમાં પ્રથમ
આવી છો ને મને ગર્વ છે કે તું મારા ક્લાસની વિદ્યાર્થીની છો ને આ શાળા ને પણ તારી
માટે ગર્વ રહેશે.. નવનીતભાઈ ને સવિતાબહેન તો દીકરી ની સફળતા થી ગદગદ થઇ ગયા .
તેમને ધ્વનિના માતા પિતા હોવા માટે ગર્વ થવા લાગ્યો.. શાળાના પ્રિન્સિપાલે પણ ખૂબજ
અભિનંદન આપ્યા. શહેરની સારામાં સારી કોલેજે ધ્વનીને સામેથી એમની કોલેજ માં પ્રવેશ
લેવા માટે વિનવણી કરી ..
ધ્વનિ હવે કોલેજનાં પ્રથમ વર્ષમાં હતી , જોત
જોતામાં કોલેજ નાં પણ બે વર્ષ થઇ ગયા , બંને વર્ષ માં ધ્વનિ એ જ્ઞાતિનું , માતા
પિતાનું ,અને કોલેજ નું ગૌરવ વધાર્યું. જેમ ધ્વનિ એના ક્ષેત્ર માં નામ કમાતી હતી
એમ જ નવનીતભાઈ એ પણ પોતાના કારખાનામાં એવું કામ કર્યું કે તેઓ હવે કાપડ બજારમાં
નવનીતભાઈ માં થી નવનીતરાય શેઠ તરીકે ઓળખાવા લાગ્યા. પોતાના કારખાનામાં કામ કરવાવાળા
એક એક વ્યક્તિને તે પોતાના કુટુંબી ની જેમ સંભાળ રાખતા. તેઓ પોતાનાં શેઠનો એ ગુણ
ભૂલ્યાં ના હતા .
મુંબઈનાં મોટા ભાગના
પ્રોગ્રામમાં એમની હાજરી અનિવાર્ય બની જતી હતી . તેમને વાલકેશ્વર જેવા
ગર્ભશ્રીમંત એરીયામાં એમણે પોતાનો બંગલો બનાવ્યો.ઘરમાં
બધા રાજી હતા કે હવે તેઓ બંગલામાં રહેવા જશે .. આટલો વખત ઘર નાનું હોવાથી તેઓ માતા
પિતાને પણ બોલાવી નહોતા શક્યા. હવે તેમણે પહેલા માતા પિતાને બોલાવ્યા પણ માતાપિતાએ
નાં પાડી કે “અમે ક્યારેક આવીને રહી જઈએ એ વાત અલગ છે
બાકી અમને મુંબઈનું જીવન ન ફાવે .. અમે રાજી છીએ કે તે અમને યાદ કરીને બોલાવ્યાં..
“ માતા પિતા ની વાત નવનીતભાઈ સમજ્યા કે હવે આ ઉંમરે એમનાથી પોતાનાં ગામ ની માયા
નહિ છૂટે..
સારો દિવસ જોઇને તેઓ બંગલા માં રહેવા ગયા.
ધ્વનિ એ જતા વેત બહારનાં ખાલી લોન માં ગાર્ડન બનાવાનું શરુ કર્યું અને એ ગાર્ડન ને
સંભાળવા માટે ગોપી કાકા ને પણ રાખ્યાં. ગોપી કાકા ને ધ્વનિ એ મળીને રંગબેરંગી
ફૂલોની ક્યારી ને લતાઓ ઉગાડવા રાખી .ને ગાર્ડન માં ધ્વનિએ એક સુંદર હીંચકો પણ રખાવ્યો.
બંગલાનો ગેટ પણ ખૂબ જ સુંદર હતો. સવિતાબહેન ને નવનીતભાઈ ની વાત યાદ આવી ગઈ કે એટલી
મહેનત કરીશ ને તને બધી સુખ સાહ્યબી આપીશ ..આજે એમણે પોતાનું વચન પૂરું કર્યું
હતું. એમના ચહેરા પર સંતોષનાં ભાવ હતા. જે
જોઇને નવનીતભાઈ ખૂબ રાજી થતા હતા. નવનીતભાઈ રાજી હતા કે ભલે એક સંતાન હતું પણ
પત્ની એ દીકરી માં જૈન ધર્મ નાં સંસ્કારના બીજ ઉંડાણમાં રોપ્યા હતા. કોલેજમાં ભણતી
હતી ને બહારનું વાતાવરણ પણ ખરાબ હતું પણ તે
રંગ તેના પર જરા પણ નહોતો લાગ્યો. તે સહેજ પણ ઉછાછળી ન હતી કે ના તો તેનામાં કોઇ બાહ્ય આંડબર હતો. સદા જ ગુણી રહી તે !
રોજ સવારે દેરાસર જવું , દાદાની પૂજા કરવી ,
નવકાર ભણવા , વગેરે બધી જ ધાર્મિક ક્રિયા તેના આત્મામાં સમાયેલી હતી .જયારે તે
દેરાસરમાં પૂજા કરતી હોય તો એમ લાગે જાણે કોઈ અપ્સરા પૂજા કરતી હોય ને તે પૂજા માં
તલ્લીન એવી થતી કે લોકો તેને જોતા જ રહી જતા. .
સવિતાબહેન કરતા પણ વહેલા નવનીતરાય ઉઠતા, ઉઠીને
તેઓ ગાર્ડન માં ટહેલતા પછી ન્યુઝપેપર આવે એટલે તે હીંચકા પર બેસીને વાંચતા , ત્યાં
મનુકાકા એમની ફુદીનાને એલચી વાળી ચાય લઈને આવતા ને મનુકાકા પણ ત્યાં જ એક ખુરશી પર
બેસીને એમની સાથે ચાય પીતા.. આ રોજનો ક્રમ હતો.. પછી સવિતાબહેન આવે થોડું ફૂલો ને
જોઈ આવીને પતિ સાથે તે પણ હીંચકે બેસતા. કારણ પછી તો આખો દિવસ નવનીતરાય પોતાના
કામમા ખુબા વ્યસ્ત રહેતા. સવારનો થોડો સમય જ તેઓ બંન્ને ને વાત કરવા મળતો . ૭.૩૦
વાગતા જ તેઓ ઘરમાં જતા. કારણ હવે તેમનો બંગલો જીંવત થઈ ઉઠતો. કેમકે હવે તમની લાડલી નો ઉઠવાનો સમય હતો. કારણ
ઘરનો ધબકાર તે જ હતી . જેવી ઉઠતી એને મમ્મી પપ્પા સામે જોઈતા અને જો ક્યારેક ન હોય
તો એ ગુસ્સે થઇ જતી , મનુકાકા એની માટે બધું તૈયાર રાખતા કારણ એને ૯ વાગે કોલેજ
પહોંચી જવાનું હોય જો કઈ પણ તૈયાર ન હોય તો તે વડીલ તરીકે મનુકાકા ને કઈ ના કહેતી
પણ પોતે બનાવી લેતી અથવા નાસ્તો કર્યા વગર ચાલી જતી. . નવનીતભાઈ ક્યારેય ગુસ્સે ન થતા પણ જો ધ્વનિના
કોઈ પણ કામ માં કોઈનાથી પણ ભૂલ થાય તો એમને ન ગમતું . સવિતા બહેન કહેતા કે “ કઈ વાંધો નહિ થોડું કામ પોતે કરી લે તો..
સાસરે મોકલાવાની છે ..” પણ નવનીતભાઈ કઈ જ ન સાંભળતા . ને ધ્વનિ સાથે તેઓ
પણ તેને મદદ કરવા લાગતા. ને ત્યારે સવિતા બહેન એક બાજુ બેસીને બસ પિતા પુત્રી ના
નાટક જોતા. કારણ એમનું વધારે કઈ હાલવાનું તો હતું નહિ. નવનીતભાઈ પોતાની લાડલી નો
પડ્યો બોલ ઝીલતા , તેઓ ધ્વનિને દુનિયાની બધી ખુશી આપવા માંગતા હતા. ક્યારેક એમની આ
આદત થી સવિતાબહેન ગુસ્સે થઇ જતા. પણ નવનીતભાઈ એમને મનાવી લેતા ..
મનુકાકા ને તેમના પત્ની ગીતા કાકી ને
વર્ષો પહેલા નવનીતભાઈના પિતા જ પોતાને ગામ હિંમતનગર થી લાવ્યા હતા. તેમને બંન્ને
ને માતા પિતા જેટલું જ માન અપાતું. બધા માટે નાસ્તો જમવાનું બનાવાનું કામ મનુકાકા
નું હતું ને ગીતા કાકી, બીજા માણસો પર ધ્યાન રાખવાનું ને ઘરની સફાઈ નું કામ એમનું
હતું. નાસ્તો કર્યા પછી ધ્વનિ દોડીને મનુકાકા પાસે જતી . એમને અને કાકી ને પગે
લાગતી ને રોજ વખાણ કરતી કે કાકા તમારા જેવો નાસ્તો કોઈ ન બનાવી શકે. ને મનુકાકા પણ
એના માથા પર હાથ રાખીને એને હૃદયથી આશીર્વાદ આપતા. પછી મમ્મી ને પપ્પાને પગે લાગી પપ્પાનો હાથ પકડીને ઘરની બહાર જાણે દોડતી જ. કારણ દેરાસર માં ગયા વગર એને કોલેજ જવું ન ગમતું .. કાર તૈયાર જ હોય બસ
ધ્વનિ ને નવનીતભાઈ ની જ ડ્રાઈવર રાહ જોતો હોય . તેઓ બેસે કે કાર ચાલુ થઇ જાય. સીધી
દેરાસર માં જાય ધ્વનિ ને નવનીતભાઈ પગે લાગીને આવે એટલે ધ્વનીને કોલેજ ઉતારીને
નવનીતભાઈ પોતાના કામે લાગતા. ક્યારેક નવનીતભાઈ હસીને કહેતા કે “આખો દિવસ કામ કરું ને તોય આટલો થાક ન લાગે,જેટલો સવારે ૭.૩૦ થી ૯ માં મને લાગે.. બધાને દોડાવી મુકે છે ધ્વનિ.. “
ધ્વનીને કોલેજ માં મૂકી જ્યારે તેઓ
ઓફીસ પહોચતા રતન પીયુન એમની રાહ જોઇને ઉભો જ હોય , નાના બચ્ચા જેવી મુસ્કાન સાથે
તે નવનીતભાઈને ગુડમોર્નિંગ કહેતો ને નવનીતભાઈ પણ એટલા જ પ્રેમ થી એને જવાબ
આપતા. બસ આ જવાબ માટે જ રતન પોતાના શેઠની
આતુરતાથી રાહ જોતો .. આ કંપની માં જોડાયા પછી એને ક્યારેય એમ નહોતું લાગ્યું કે તે
નોકર હતો.. ને કદાચ આખી કંપની નાં કોઈ પણ માણસને એવું નહોતું લાગતું . આ જ તો
નવાનીતાભાઈની ખૂબી હતી.. પોતાની કેબીનમાં આવતા જ તે સામે રાખેલા દાદાનાં મદિરમાં
ફૂલો ચડાવતા ને થોડી વાર પોતાની કેબીનની બાલ્કનીનો પરદો હટાવી ને સામે નો દરિયો
જોતા. મનમાં ઓફીસના હજારો પ્રશ્ન ચાલતા હોય પણ દરિયાનાં મોજાઓ ને કિનારે અથડાઈને
પાછા ફરતા જોઈ પાછાં કિનારે આવતા જોઈ તેમને પણ પ્રેરણા મળતી ને તેઓ બધા પ્રશ્નો
નાં જવાબ શોધવા લાગી જતા.
મિસ રેહાના , નવનીતભાઈ ની પર્સનલ
સેક્રેટરી કેબીન માં થોડી ફાઈલો લઈને આવી આવતાવેત રૂપાળું સ્માઈલ સાથે ગુડમોર્નિંગ
કહ્યું ને આખા દિવસનો પ્રોગ્રામ કહ્યો . કોની સાથે કેટલા વાગે મીટીગ હતી , કોણ
કોણ ઓફીસ માં આવાનું હતું. કોને ચેક આપવાના હતા. બધું પોતાના સર ને કહી તે બહાર
જવા ઉભી થઇ .. ત્યાં નવનીતભાઈ એ એને કહ્યું “ રેહાના તમે જરા બેસો તમારું કામ છે “ રેહાના ને અચરજ થયું કે સર ને વળી શું
કામ હશે..એ અચરજ થી પોતાના સર સામે જોતી રહી ..
No comments:
Post a Comment