Friday, August 16, 2013

મુંબઈ એટલે સપનાની નગરી , કહે છે કે અહીં જે કોઈ પણ સપના લઈને આવે   છે , ને તે પૂરી કરવાની લગની હોય તો તે અચૂક પુરા થાય જ છે ને સફળતા તેના કદમ ચૂમે છે 
  શેઠ શ્રી નવનીતલાલ શાહ પણ એક સફળ બીઝનેસમેન છે , કે જેઓ નાની ઉંમરે હિંમતનગર સાબરકાંઠા થી મનમાં અને આંખોમાં હજારો સપના લઇ મુંબઈ આવ્યા હતા . શરૂમાં  તો નાં મોટા છુટા છવાયા કામ કરીને ગુજરાન ચલાવતા હતા . પછી એક દિવસ તેમને એક ઓફિસમાં કારકુન ની નોકરી મળી ગઈ . તેમના શેઠ શ્રી માણેકારાય શેઠ સ્વભાવે ખુબ જ દયાળુ અને પરોપકારી હતા . તેઓ પણ ધર્મે જૈન હતા ને નવનીત શાહ પણ જૈન હતા તેથી તેમને ત્યાં નોકરી પણ આસાની થી મળી ગઈ  . નવનીત શાહ ખુબ જ મહેનતા અને લગન થી કામ કરતા દિવસ રાત સતત કામ કામ ને કામ જ ...! તેમની કામ પ્રત્યેની લગની  સતત મહેનતે રંગ લાવી .થોડા જ સમયમાં તે કારકુન માં થી એકાઉન્ટન્ટ  થઇ ગયા . 
          થોડા સમયમાં તેઓ વતન પાછા ગયા હતા ને ત્યાં તમના લગ્ન તેમની જ્ઞાતિના સ્વરૂપવાન ,સુંદર દેખાવડા સવિતાબેન સાથે થયા  . આટલી સુંદર પત્ની મળી તે તેઓ ભાગ્યની વાત જ સમજતા . થોડો સમય હિમતનગર રહ્યા પછી પોતાની ધર્મ પત્ની સાથે તેઓ મુંબઈ  પાછા આવ્યાં . પહેલા તો મિત્ર સાથે રહેતા હતા પણ હવે તો પત્ની સાથે હોવાથી ઘર ભાડે લેવાની જરૂરત ઉભી થઇ , મુંબઈ માં તો કોઈની એવી ખાસ ઓળખાણ નહોતી કે કોઈ તેમને મકાન ભાડે થી અપાવે . આ મુંઝવણમાં થી તેમને બહાર તેમના શેઠે જ કાઢ્યા . શેઠનો ભૂલેશ્વરમાં અભિષેક સોસાયટી માં એક  એપાર્ટમેન્ટમાં ફ્લેટ ખાલી હતો , તેમને નવનીતભાઈ ને કેબીનમાં બોલાવીને તે રૂમની ચાવી આપી અને કહ્યું આજે જ જઈને જોઈ આવો . જો પસંદ પડે  તો કાલથી ગૃહ પ્રવેશ કરીને તમારી ગૃહસ્થી શરૂ  કરો . શેઠનો આવો ઉપકાર જોઇને નવનીતભાઈ ગદગદિત થઇ ગયા . સાંજે પોતાની પત્ની ને લઈને ભૂલેશ્વરમાં ફ્લેટ જોવા ગયા . તે વિચારતા હતા કે પસંદ કે નાપસંદ સવાલ જ ક્યાં હતો જે હોય તે સ્વીકારી જ લેવાનું હતું ..પણ ફ્લેટ પર પહોંચતાની  સાથે જ આટલો સુંદર  ફ્લેટ જોઇને પતિ પત્ની બંને જાણે  આભા જ બની ગયા હતા। ! સવિતાબેને મનમાં વિચાર્યું કે તેમના પતિ કેટલા મહેનતુ હશે કે શેઠે એમને આટલો સરસ ફ્લેટ આપ્યો, કારણ કદર કામ ની જ થાય વ્યક્તિ ની ન થાય . 
       જ્યારે તેઓ ઓફિસમાં ગયા ત્યારે શેઠ ને મળવા તેઓ તેમની કેબીનમાં ગયા . પોતે કઈ  કહે એ પહેલા શેઠે પૂછ્યું કે " નવનીતભાઈ તમને ઘર ગમ્યું કે નહિ ? નવનીતભાઈ એ કહ્યું " હા શેઠજી આપનો આ ઉપકાર હું  જિંદગીભર  નહિ ભૂલું , તમે રજા આપો ત્યારે ગૃહ પ્રવેશ કરીએ .
 શેઠે એ કહ્યું " નવનીતભાઈ મેં તમને ચાવી આપી દીધી છે , તમે જ્યારે ચાહો ત્યારે જઇ  શકો છો .પછી બેલની ઘંટડી વગાડી પ્યુનને બોલાવી ગાડીના ડ્રાયવરને બોલાવી લાવવા જણાવ્યું . થોડીવારમાં ગાડીનો ડ્રાયવર તેમની સામે હાજર થયો તો તેમણે ફટાફટ 
નવનિતભાઇનાં ફ્લેટ પર શાકભાજી , અનાજ પહોચાડવા કહ્યું .
 નવનિતભાઇ તો આ બધુ જોઇને આભા જ બની ગયા હતા , તેમને ભરોસો નહોતો થતો કે આ જમાનામાં પણ આવા પરોપકારી  શેઠ હોય છે .તોય તેમણે હિંમત કરીને શેઠ ને ઘરનાં ભાડા માટે પુછ્યુ તો શ્ઠે જવાબ આપ્યો કે "ઘર ચલાવતા જો પૈસા બચે તો ભાડા પેઠે આપી દેજો બસ..! હમણા તો ખુશી થી તમારો સંસાર શરુ કરો..! 
  સાંજ પડતા નવનિતભાઇ ઓફિસેથી ટેક્સી કરી મિત્રના ઘરે પહોચ્યાં. સામાનમાં  તો કપડાની બેગ જ હતી . તે લઈને તેઓ પત્ની સાથે અભિષેક ફ્લેટ પર જવા માટે મિત્રને ત્યાથી નીકળ્યાં , નીકળતા પહેલાં મિત્રને ભેટી પડ્યા અને બોલ્યાં  " રમેશ  તારા જેવા મિત્રો બધાને મળે . તું ઓફિસમાં મારી સાથે કામ કરે છે એ મિત્ર ભાવે દોસ્ત તે મને રહેવા આપ્યું તે મને 
અજાણ્યા શહેરમાં રહેવા માટે છત આપી , તારો ઋણ હું કાંઇ પણ કરીને નહી ચુકવી શકુ.
સવિતાબહેને પણ બે હાથ જોડીને કહ્યુ " તેઓ સાચ્ચુ કહે છે ભાઇ,આજે કોણ કોના પર ભરોસો કરે છે ? તમે પણ વખત કાઢીને ઘરે આવતા રહેશો તો અમને ગમશે.."
આંખમાં નવા જીવનનું સપનુ લઈને તેઓએ મિત્રની વિદાય લીધી . અને નવા ફ્લેટ પર પહોચ્યાં.તેમનાં જીવનનો એક નવો અધ્યાય શરૂ થયો.
 અભિષેક ફ્લેટ પર આવી પોતે જ ઘરનું તાળુ ખોલ્યું પછી પોતે જ ઘર માં જઈને ફુલ ભરેલી થાળી અને ચોખાથી ભરેલો લોટો ઉંબરા પસે રાખ્યો અને પોતાની ગ્રુહલક્ષ્મી સ્વાગત કર્યું. આમ આજે તેમનો પોતાની પત્ની સાથે મુંબઈ નગરીમાં પોતાનું કહી શકાય એવા ઘરમાં ગ્રુહ પ્રવેશ થયો હતો. શેઠે એ ઘરમાં ઘણુ વસાવીને જ આપ્યું હતુ સવિતા બહેન સૌથી પહેલા મંદિરરુમ માં ગયા ત્યાં મહાવીર સ્વામીનાં ચરણોમાં ફૂલ ચડાવ્યાં ને પતિ પત્ની એ નવકારમંત્ર બોલીને દાદાને પ્રાર્થના કરી કે "પ્રભુ આમ જ અમારા પર આપનાં આશિર્વાદ રાખજો ને અમારી મનોકામના પુર્ણ કરજો..!
  

No comments:

Post a Comment