Saturday, September 7, 2013
અંતઃ પ્રતિતિ ભાગ 12
એટલું બોલીને ધ્વનિ પાછુ નીચું જોઇને બેસી
ગઈ..હવે નવનીતરાયની અને સવિતાબહેનની અકળામણ વધતી જતી હતી ..એમને થતું હતું કે શું કહેશે ધ્વનિ ?
પણ હવે ધ્વનિ વધારે વાર પોતાને ગંભીર ના રાખી
શકી એણે ઉપર જોયું ને મમ્મી પપ્પા સામે જોઇને જોર જોર થી હસવા લાગી ને બોલી “ શું
મમ્મી તમે પણ ..! અરે બાબા મારા જીવનમાં કોઈ નથી આવ્યું જેનાથી તમને ચિંતા થાય . !
એટલે ફિકર ન કરો ..” એનું હસવું બંધ નહોતું થતું
. હસતા હસતા એ બોલી “ હજી
તો હું વધારે તમને બંનેને હેરાન કરવાની હતી. પણ તમને જોઇને એમ થયું કે જો વધારે લાંબુ ચલાવીશ તો તમને બંને ને કઈક થઇ
જશે એટલે જણાવી દીધું !”
દીકરીની
આ ખોટી બનાવટથી બંનેનાં ચહેરા હસી ઉઠ્યા ને
મન પર જે બોજો હતો તે દૂર થઇ ગયો . નવનીતરાય બોલ્યા “ ધ્વનિ બેટા ખરેખર મને તારા પર બહુ ગર્વ છે કે તું મારી દીકરી છો .
“ ત્યારે
ધ્વનિ એ થોડું ગંભીર થઇને કહ્યું “
પપ્પા હું એમ નહિ કહું કે મને કોઈ નથી ગમ્યું . પણ હા પાત્ર મેં સારો જ જ્યો
હતો..પણ સારું થયું કે મને ખબર પડી કે એ બીજા કોઈને પ્રેમ કરે છે એટલે હું ચુપ થઇ
ગઈ. . પછી મને કોઈ ગમ્યું પણ નહિ અને પછી મેં વિચાર્યું પણ નહી કારણકે હું તમારા
બંને ની ચિંતા સમજતી હતી . મને ખબર હતી કે હું આપનું એક માત્ર સંતાન છુ ને મારી
પાસે થી તમને બહુ બધી આશા બંધાયેલી છે. કે જે મારે યાદ રાખવું જોઈએ. પણ મમ્મી,
પપ્પા મને એક વાત કહો કે જો હું મારા ગમતા વ્યક્તિ સાથે લગ્ન કરવાનું કહેત તો શું
તમારી માટે આદર સન્માન ઓછા થઇ જાત . શું તમારી માટેનો મારો પ્રેમ મારો ઓછો થઇ જાત
. શું બાળકોને પ્રેમ કરવાનો કોઈ હક્ક નથી . શું બાળકોના નિર્ણય ખોટા જ હોય ?”
આટલું
બોલીને ધ્વનિ ચુપ થઇ ગઈ.. નવનીતરાય અને સવિતાબહેન પાસે આ વાતનો કોઈ જવાબ ન હતો. કારણ
મહદ અંશે ધ્વનિની વાત સાચ્ચી હતી . પણ માતા પિતા પોતાનું વલણ બદલાવી ક્યાં શકે છે
?
એમને બહુ વિચાર કરતા જોઈ ધ્વનિ ને એમ લાગ્યું
કે વાતાવરણ થોડું હળવું કરવું જોઈએ. એટલે ધ્વનિ બોલી કે “ ચાલો હવે જમશું કે નહી. પછી
એણે ત્યાં પડેલા તપેલા ઉપાડીને રસોડા તરફ જતા કહ્યું કાકા પ્લીસ આ બધું પાછુ ગરમ
કરી આપો, બધું ઠંડુ થઇ ગયું મારા પ્રેમનાં ચક્કરમાં . “ કાકી એ એના હાથમાંથી બધું
લઇ લીધું ને કહ્યું “બેટા તું બેસ હમણા બધું લઇ
આવીએ છે ગરમ ગરમ.. “
વાતાવરણ હળવું થયું બધા ભર પેટ જમ્યા .. જમીને ઉઠ્યા એટલે હવે ધ્વનિ હારે વાત કરવાની હતી કે છોકરાવાળાઓ જોવા ક્યારે આવે.. પણ બંનેને ડર લાગતો હતો કે ધ્વનિ ને કેવી રીતે
કહેવું ? ત્યાં ધ્વનિ એ જ પૂછ્યું “ પણ મમ્મી મને એક વાત કહો કે આ બધી
વાત આવી ક્યાંથી ? આ બધું પૂછવા પાછળ કઈક તો કારણ હશે ને “ ને
નવનીતરાયને મોકો મળી ગયો. એમણે વાત નો સંચાર પકડી લીધો . ને બોલ્યા” હા ધ્વનિ બહુ મોટું કારણ છે, ચલ જરા વાર આપણે ત્રણે જણ ગાર્ડન માં
બેસીએ ને વાત કરીએ..” ધ્વનિ એ મસ્તી કરતા કરતા
કહ્યું એટલે આજે તમે નક્કી જ કરી લીધું
લાગે છે કે હવે મને આ ઘરમાં રહેવા જ નહી દ્યો એમને ? “
નવનીતરાયે, ધ્વનિનાં માથા
પર હાથ રાખીને કહ્યું કે “ બેટા મારું ચાલે તો હું તને ક્યાય ન મોકલું. પણ મારા સ્વાર્થ માટે
હું તારો સંસાર શરુ ન કરું એટલો તો ખરાબ ન બની શકું ને..બધું પોતપોતાના સમય પર થાય
ને એ જ સારું રહે બેટા “ ધ્વનિ ને સવિતાબહેન થી નવનીતરાય ની ભીની આખો છુપી ન રહી .. પણ ધ્વનિ
એ પાછુ વાતાવરણ હળવું કરતા કહ્યું “ ચાલો ત્યારે , કહો શું કહેવું
છે.. હું પણ હવે સંસાર શરુ કરવા માટે વિચારી જ લઉં .”
સવિતાબહેન ને પોતાની દીકરી પર ગર્વ થયો કે વાતાવરણ સંભાળતા કેટલું સારી રીતે ધ્વનિ
ને આવડે છે.
ગાર્ડન માં બેસીને નવનીતરાયે
ધ્વનીને બધી વાતો કરી ., મનસુખરાયે જે કહ્યું હતું તે બધું જ કહ્યું ને કહ્યું “ એમને રાત સુધી જવાબ આપવાનો છે કે તેઓ ક્યારે ઘરે આવે ?” હવે તેઓ ચુપ થઇ ગયા ને ધ્વનિના જવાબ ની રાહ જોવા લાગ્યા . ધ્વનિ એ
એના પપ્પાને કહ્યું “ પપ્પા , મને એક વાત ખૂબ જ ગમી કે તમે એમની સામે મારું અને મમ્મી
નું માન વધાર્યું, તમારી રીતે તમે હા
પાડીને ના આવી ગયા . ને બીજી વાત તમને મારી માટે મારા કરતા વધારે ચિંતા હોય એ હું
જાણું છુ એટલે તમારે જે નક્કી કરવું હોય તે કરી લ્યો ..”
ને એ શરમાતી શરમાતી પોતાની
રૂમ તરફ ચાલી ગઈ . નવનીતરાય હવે પોતાનાં આંસુ ન રોકી શક્યા . એમને સવિતાબહેન નો
હાથ પકડી લીધો ને ચોધાર આંસુ એ રડી પડ્યા ને બોલ્યા” સવિતા
સાચ્ચે જ આપણે બહુ પુણ્ય કર્યા હશે કે જેનાથી આપણું બાળક આટલું સંસ્કારી બન્યું “
સવિતા બહેને નવનીતરાયનાં
હાથ ની પકડ મજબુત કરી ને કહ્યું “ બસ દાદાની કૃપા ..”
હવે એમને જરા પણ મોડું કરવું
યોગ્ય ના લાગ્યું કારણકે એમણે સાંજે મનસુખારાય સાથેની મુલાકાત વખતે જ એમની આતુરતા
જોઈ હતી..
તેમણે ત્યાંજ બેઠા બેઠા
મનસુખરાયને ફોન લગાડ્યો ને કહ્યું કે “ઘર માં વાત થઇ ગઈ છે. બધાએ હા પાડી
છે .” આ સાંભળીને મનસુખરાય ખૂબ જ રાજી થયા , એમણે કહ્યું “ સારું નવનીતરાય હું તમને થોડી વારમાં ફોન કરીને કહું કે અમે ક્યારે ઘરે આવશું ?”
હવે રાહ જોવાનો વારો
નવનીતરાય નો હતો. રાત સુધી એમણે રાહ જોઈ પણ ફોન ન આવ્યો. એમને હજારો વિચાર આવી ગયા
કે શું થયું હશે ? શું મનસુખભાઈ એ ઘરમાં પૂછ્યા વગર મને વાત કરી હશે ? શું એમનાં
દીકરાનાં જીવનમાં બીજું પાત્ર હશે ? પણ તેઓ મનસુખભાઈ નો સ્વભાવ જાણતા હતા એમને ખબર
હતી જો એવું કઇક હશે તો મનસુખભાઈ માફી માંગતા પણ અચકાય એમ નહોતા. પણ ફોન જ ન કરે
એવું ન બને.. એમને થતું હતું કે ધ્વનિને શું જવાબ આપીશ ? શું કહીશ એને ? રાત આખી
જાગવામાં વિતાવી ..
બીજા બે દિવસ વીતી ગયા પણ
મનસુખભાઈ નો ફોન નહોતો. સામેથી કરાય નહી . કરવું શું સમજાતું નહોતું , ઘરે હસીને
રહેવું પડે , નહીતો ધ્વનિ ને ખબર પડી જાય કે પપ્પા ને છોકરાવાળાઓએ ટેન્શન આપ્યું હતું તો એ તો મળવાનું જ કેન્સલ કરી નાંખે. નવનીતરાયનું
જાણે માથું ફાટતું હતું . પણ કરે શું ?
ત્રીજે દિવસે તેમણે નક્કી
કરી લીધું કે આજે તો સામેથી ફોન કરીને તેઓ પૂછી જ લેશે.. હજી તો વધારે વિચાર કરે
ત્યાં એમની ઓફિસમાં મનસુખભાઈ નો ફોન આવ્યો.. નવનીતરાયે ઉચક જીવે ફોન ઉપાડ્યો .
ત્યાં સામેથી મનસુખભાઈ બોલ્યા...
ક્રમશ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment