સવિતાબહેનને પણ થયું
કે ચોક્કસ કોઈક મોટી જ વાત છે , ને હવે કઈ બીજું બોલ્યા વગર એમણે કહ્યું “ ના, ધ્વનિ એ કદી એવી કોઈ બાબત મને કહી નથી ને ધ્વનિ કદી કોઈ વાત
મારાથી છુપાવતી નથી એટલે મને ૧૦૦% ખાતરી છે કે અના જીવનમાં કોઈ નહી હોય. “
નવનીતરાય આ જવાબ થી ખૂબ જ ખુશ થયા . એમને
હાશકારો થયો કે બસ હવે શાંતિ , પણ તોય એમ થયું કે હજી ધ્વનીનાં મોઢેથી સાંભળુ
ત્યારે મન શાંત થાય . એટલે થોડા ઉચાટ જીવે તેઓ ઘરે પહોચ્યા. નવનીતરાયની ગાડી નો
અવાજ સાંભળીને સવિતાબહેન તરત દરવાજા પાસે દોડ્યા , કારણ હવે એમને પણ સવાલો એ હેરાન
કરી મુક્યા હતા. નવનીતરાયને જોઇને તરત એમણે પૂછ્યું “ હવે કહો શું થયું ? શું કામ આટલા સવાલો કરતા હતા ? “.
નવનીતરાય પત્નીની
અકળામણ સમજતા હતા , તેઓ હસતા હસતા બોલ્યા “ સરુ, ચિંતા ન કર
.તું સમજે છે એવી કોઈ તકલીફ નથી , બેસ તને બધું જણાવું .” એક કહીને તે પત્નીનો હાથ પકડીને સોફા પર બેઠા.
એટલામાં તો ગીતા બહેન નવનીતરાય માટે પાણી લઇ આવ્યા. પાણી પીધા પછી એમણે ગીતા બહેન
ને કહ્યું “ જરા મનુ કાકાને કહેજો ને કે મારી માટે ચાહ બનાવે . “ ગીતા બહેનના ગયા પછી નવનીતરાયે , માંડીને બધી
વાત કરી . મનસુખભાઈએ બોલાવ્યું . શું શું વાતો થઇ. ? પછી એમને ચિંતા થઇ કે ધ્વનિ ની જીંદગી માં કોઈ બીજું તો નહી હોય ને..
?? અને બસ ચિંતા શરુ થઇ એટલે ફોન કરીને પૂછ્યું .ને એ પણ કહ્યું કે રાત્રે
મનસુખભાઈ ને જવાબ આપવાનો છે .
આ બધું સાંભળીસવિતા બહેન નાં ચહેરા પર ચિંતા અને
ખુશી બંને રેખાઓ આવી ગઈ. કે આટલા સારા ઘરમાંથી માંગુ આવ્યું ને સાથે કે યુવાન
દીકરી ને કેવી રીતે પૂછાય ? એટલે તેમણે નવનીતરાય ને કહ્યું “ “ધ્વનિ ને પૂછવા કરતા આપણે એની સખી વર્ષા કે શીતલ ને પૂછીએ તો કેમ રહેશે ?”
પણ નવનીતભાઈ એ ઉભા થતા થતા કહ્યું “ ના સવિતા આટલી અંગત વાત બીજા કોઈને પૂછશું તો
કદાચ ધ્વનિ ને એ નહી ગમે. આપણે એને જ
પૂછીશું . તેને આવવા દે પછી વાત .”.ત્યાં એમનું ધ્યાન ગયું કે તે ઓફિસે થી ઘરે આવવા
તો નીકળી ગઈ હતી તો ઘરે કેમ નથી ? તેમણે તે બાબત સવિતાબહેનને પૂછ્યું .
સવિતાબહેને કહ્યું “ હા એનો ફોન હતો કે એ બધા મિત્રો મળવાના હતા આજે
, પણ એ આવતી જ હશે . તમે પણ ફ્રેશ થઇ જાઓ . હું જમવાની તૈયારી કરું છુ . “ નવનીતરાયે હસતા હસતા કહ્યું “ જો હુકમ મેરે આકા “
નવનીતરાય હજી પોતાની રૂમ માં ગયા ત્યાં ઘરની બેલ
વાગી ને નવનીતરાય રૂમ માં થી બહાર આવ્યા કે ધ્વનિ સાથે વાત કરી લઇયે
પણ
સવિતાબહેને ઈશારો કર્યો હમણા નહી, જમ્યા પછી . નવનીતરાય ને પણ એ વાત ઠીક લાગી .
તેઓ રૂમ માં ફ્રેશ થવા ચાલ્યા ગયા . ગીતાબહેન દરવાજો ખોલવા જતા હતા પણ સવિતાબહેને
કહ્યું “ રહેવા દ્યો ગીતાબહેન હું જ ખોલું છુ “ કારણ એમને ધ્વનિ નો ચહેરો જોવો હતો, ચહેરાની રેખાઓ જોવી હતી કારણ એક મા જ બાળકનાં
ચહેરા પરથી એનો મૂડ ઓળખી જાય . આજે ધ્વનિ સાથે બહુ મહત્વની વાત કરવાની હતી ..અને એ
વાત માટે તકેદારી પણ રાખવાની હતી કે ધ્વનિ નો મૂડ સારો હતો કે નહી . દરવાજો ખોલ્યો ને સામે ધ્વનિ
હસતી હસતી ઉભી હતી . તેના ચહેરા પર ખુશીના ભાવ હતા. તેના હાથમાં એક પેકેટ પણ હતું
. આજે ગીતાબહેન ની બદલીમાં સામે પોતાની મમ્મીને જોઇને ધ્વનિ મમ્મીને ભેટી પડતા એણે કહ્યું “ મમ્મી આજે હું બહુ ખુશ છુ મારા બે ફ્રેન્ડ જે
એક બીજાને પ્રેમ કરતા હતા એમાંના ઘર વાળાઓ એ લગ્ન માટે મંજુરી આપી દીધી , હવે તેઓ
બંને પરણી જશે. “
પછી તેણે કહ્યું “ મમ્મી હું ફ્રેશ થઇ ને આવું છુ પછી આપણે વાતો
કરીયે . “ સવિતાબહેને વિચાર્યું કે ધ્વનિ તને શું ખબર તારે અમારી હારે વાત કરવાની છે
એના કરતા વધારે જરૂરી વાતો અમારે તારી હારે કરવાની છે . પણ તેમની ઈચ્છા હતી કે બધી
વાતો જમ્યા પછી થાય. એટલે તેઓ કઈ ન બોલ્યા.
નવનીતરાય અને ધ્વનિ ફ્રેશ થઇ ને રૂમ માં આવી ગયા
, ત્યાં સુધી જમવાની તૈયારી થઇ ગઈ હતી .. નવનીતરાય થી પૂછ્યા વગર ખમાતું ન હતું પણ
તેમણે ચુપ રહેવાનું હતું અને આ ચુપ રહેવાની મથામણ માં તેઓ જે રોજ, ધ્વનિ સાથે વાત
કરતા હતા તે પણ આજે કરી નહોતા શકતા.
ધ્વનિ ને વાતાવરણ ભારી લાગ્યું એટલે એણે એક વાર
પૂછ્યું પણ ખરી કે “શું કાઈ પ્રોબ્લેમ છે ..કેમ બધા આટલા ચુપ ચુપ છો. ?” પણ સવિતાબહેને વાતને બીજે ઠેકાણે વાળવા માટે
ધ્વનિ ને કહ્યું “ ના બેટા એવું કઈ નથી . તું શું કહેતી હતી તારા બે મિત્રો લગ્ન કરવાના છે ?
કયા બે મિત્રો ? “
ધ્વનિ પાછી ખુશ થતા બોલી “ હા મમ્મી વર્ષા અને સમીર , વર્ષો થી બંને એક બીજાને પ્રેમ કરતા હતા. હવે જઈને આખરે એમના
લગ્ન નક્કી થઇ જ ગયા. “ પછી તેણે પપ્પા સામે જોઇને કહ્યું “ પપ્પા આ લવ મેરેજ માં કેવી મજા ને કે જેને વર્ષો થી ઓળખતા
હોઇયે એની સાથે જ જીવવાનું , કોઈ ટેન્શન નહી કે સાસરા વાળા કેવા હશે ? સાસુ
કેવા હશે , વર કેવો હશે ? સંભાળશે કે નહી ? “
નવનીતરાય , ધ્વનિ ની વાત સાંભળીને અવાચક થઇ ગયા.
પણ સવિતાબહેને આ મોકો છોડ્યો નહી , તેમણે વાતને અનુસંધાન આપતા કહ્યું “ ધ્વનિ , મારા અને તારા પપ્પાના લગ્ન લવમેરેજ
નહોતા. તોય તારા પપ્પાએ મને હમેશ સંભાળ્યું છે “ નવનીતરાય , સવિતાબહેન નો ઈરાદો સમજી ગયા. એમને
ખબર પડી ગઈ કે હવે સવિતા વાત ને મુદ્દા પર લાવે છે. તેઓ ચુપ જ રહ્યા . ધ્વનિ એ
જવાબ આપ્યો “ મમ્મી હવે જમાનો ખૂબ બદલાઈ ગયો છે . હવે પપ્પા જેવા છોકરાઓ નથી બચ્યા. મારે
હિસાબે તો લવમેરેજ વધારે સેફ છે. “
સવિતાબહેનથી નવનીતરાયના ચહેરાની ચિંતા ભરી રેખાઓ
જોઇને રહેવાનું નહી . એમને ધ્વનિ ને પૂછ્યું “ તો શું તું પણ લવમેરેજ કરવાની છો ? શું તારા
જીવનમાં પણ કોઈ છે ? જો ધ્વનિ જે હોય તે કહી દે જે ..કારણ હવે અમે પણ તારા માટે
છોકરા જોઈએ છે. તો જો એવું કઈ હોય તો હમણાં જ કહી દે જે ..”
હવે સવિતાબહેન ચુપ થઇ ગયા, હવે એમને જવાબ ની રાહ
હતી , કોળીયા અટકી ગયા. બસ એક જ રાહ કે ધ્વનિ નો જવાબ શું હશે ? ને ધ્વનિ સવિતાબહેન નો સવાલ સાંભળી ને નીચું મોઢું કરીને બેસી ગઈ..
સવિતાબહેન અને નવનીતરાયની મૂંઝવણ વધતી જતી હતી કે ધ્વનિ જરા ઉપર જોવે અને જલ્દી
જવાબ આપે. ધ્વનિ એ થોડી વાર નીચે જોઇને પછી ઉપર જોયું ને કહ્યું કે “ મમ્મી પપ્પા હું તમને કહેવાની જ હતી કે ...
ક્રમશ
No comments:
Post a Comment